અમદાવાદ એરપોર્ટ અંગે લેવાયો મોટો નિર્ણય, એરપોર્ટમાં હવેથી ફાસ્ટટેગ કાર પાર્કિંગનો પ્રારંભ
Ahmedabad Airport: ઉલ્લેખનીય છેકે, પૂરતા બેલેન્સ સાથેનું ફાસ્ટટેગ હશે તો પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ ચૂકવણીમાં સમય નહીં વેડફાય. અમદાવાદ એરપોર્ટમાં વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે ફાસ્ટટેગની સુવિધા લાવવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સમયાંતરે કોઈકને કોઈક સુવિધાનું ઝડપભેર અપડેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવતા લોકો, મુસાફરો અથવા તેમના સ્નેહીજનોને વાહન પાર્કિંગમાં થતી કનડગત હવે નહીં રહે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફાસ્ટંગ કાર પાર્કિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીક-અપ કે ડ્રોપ કરવા માટે આવતા લોકો ટર્મિનલ-૨ માં આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.
ઉલ્લેખનીય છેકે, પૂરતા બેલેન્સ સાથેનું ફાસ્ટટેગ હશે તો પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ ચૂકવણીમાં સમય નહીં વેડફાય. અમદાવાદ એરપોર્ટમાં વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે ફાસ્ટટેગની સુવિધા લાવવામાં આવી છે. તેના માટે એક-એક અલગ લેન પણ રાખવામાં આવી છે. ફાસ્ટટેગ શરૂ થતાં પાર્કિંગમાં કરતી વખતે વાહનો ટર્મિનલ-૨ એક્સેસ વાહનોની ગતિવિધી ઝડપી બનશે.
હવે મુસાફરોને એરપોર્ટ પર ઝડપથી પાર્કિંગ કરી શકશે. હવે મુસાફરોને એરપોર્ટ પર પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ કે ક્રિકેટ ચૂકણી કરવામાં સમયનો વેડફાટ નહીં રહે. અલબત્ત, ફાસ્ટટેગનો ઉપયોગ કરતા પ્રવાસીઓએ તેમના ફાસ્ટટેગમાં પૂરતા બેલેન્સ અને સક્રિય હોવાની ખાતરી કરવી જરૂરી છે.