AHMEDABAD પણ સુરતનાં રસ્તે? એક જ દિવસમાં હત્યાની બે ઘટનાથી ચકચાર
પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમા બે હત્યાની ધટના સામે આવી છે. નિકોલમાં પતિએ કરેલી પત્નિની હત્યા બાદ મોડી રાત્રે મેમકો પાસે 23 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારનાં 7 ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં મેમકો ચાર રસ્તા પાસે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી સામેની ગલીમાંથી પોલીસને એક યુવકની લોહીમાં લખબથ લાશ મળી આવી હતી.
ઉદય રંજન/અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમા બે હત્યાની ધટના સામે આવી છે. નિકોલમાં પતિએ કરેલી પત્નિની હત્યા બાદ મોડી રાત્રે મેમકો પાસે 23 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારનાં 7 ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં મેમકો ચાર રસ્તા પાસે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી સામેની ગલીમાંથી પોલીસને એક યુવકની લોહીમાં લખબથ લાશ મળી આવી હતી.
સાંસદ પૂનમ માડમે વેક્સીન લઈને કહ્યું, લોકો ભયમુક્ત થઈને રસી લે તે જરૂરી છે
પોલીસે મૃતક પાસેથી મળેલા મોબાઈલ ફોનથી તેનાં ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. જેમાં મૃતકનુ નામ રાજનારાયણ કુશવાહ હોવાનુ સામે આવ્યુ હતું. મૃતક બાપુનગરમાં છેલ્લાં 2 વર્ષથી મજૂરી કામ કરતો હતો તેમજ ફેક્ટરીમાં જ બનાવેલી રૂમમાં રહેતો હતો. સાંજના સમયે મૃતક રાજનારાયણ તેની ફેક્ટરીમાં કામ કરતા ધીરજ મકવાણાની બાઈક પર બહાર નિકળ્યો હતો. જે બાદ રાત્રે તેની હત્યા નિપજાવવા આવી હતી.
પહેલા ભોજન પછી વેક્સીનનું સુત્ર, રાજકોટમાં 1300 લોકોએ લીધી કોરોના રસી
આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનુ છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે મૃતકનો કોઈની સાથે પૈસા કે અન્ય બાબતે વેર ન હતો.. ત્યારે હત્યા પાછળનાં કયા કારણો હોઈ શકે તે દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube