અમદાવાદ : અમદાવાદના અમરાઇવાડીમાં ગુરૂવારે બપોરે ધરાશાયી થયેલા ત્રણ માળના મકાનના કાટમાળમાં દટાતાં 2 લોકોના મોત થયા છે. સો વર્ષ જુનો આ બંગલો એકાએક ધરાશાયી થયો હતો જેને પગલે સાતથી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા. જોકે જે પૈકી બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. સાથોસાથ હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે, અમરાઇવાડીમાં ધરાશાયી થયેલા આ બંગલાને લીધે જ આ વિસ્તારની ઓળખ બંગલાવાળી ચાલી તરીકે થતી હતી. અંદાજે સો વર્ષ જુનો આ બંગલો જર્જરીત થયો હતો અને એકાએક ગુરૂવારે બપોરે ધરાશાયી થયો હતો. એકાએક ત્રણ માળનું આ મકાન ધરાશાયી થતાં અહીં હાજર લોકો દટાયા હતા. ફાયરની ટીમ આવી પહોંચતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.


અમદાવાદ: અમરાઇવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત



બચાવ ટીમ દ્વારા છ લોકોને બહાર કાઢી સારવાર માટે લઇ જવાયા હતા. જે પૈકી 2 મહિલાઓના મોત નીપજયા છે અને ઘાયલોની એલ.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા છે. જેમને બચાવવા કામગીરી ચાલી રહી છે. પરંતુ આ સાંકડી ગલી હોવાને પગલે જેસીબી સહિતના મોટા વાહનો અંદર આવી શકતા ન હોવાથી યંત્રની મદદ વિના માનવીય રીતે બચાવ કામગીરી ચાલી રહી છે. 



પિતા પુત્ર દટાયા, મંદિર અડીખમ
સો વર્ષ જુનો આ બંગલો ધરાશાયી થયો છે. ત્રણ દિવાલો તૂટી પડી છે. પરંતુ આ મકાનમાં જે દિવલા પર મંદિર હતું એ દિવાલ અડીખમ ઉભી રહી છે. જ્યારે ત્રણ દિવાલો સાથે છતનો કાટમાળ તૂટી પડ્યો હતો. જેમાં મકાન માલિક પિતા પુત્ર પણ દટાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.