અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ : એએમસી અને પોલીસનું ડબલ સ્ટાન્ડર્ડ, બિલ્ડરો મૌખિક સૂચના
સતત 10 દિવસ કરતા વધુ સમયથી શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે.
હર્મેશ સુખડીયા/ અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર જાણે હવે દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગતા હોય એ રીતે શહેરના તમામ વિસ્તારોમા મોટાપાયે દબાણ હટાવ કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત આજે પૂર્વમાં રામોલ રીંગરોડ અને પશ્ચિમમાં શ્યામલથી પ્રહલાદનગર રોડ પર મોટાપાયે કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન રામોલમાં તંત્રના બેવડા ધોરણો જણાયા તો પશ્ચિમમાં બન્ને તંત્ર વચ્ચે ક્યાં સંકલનનો અભાવ જોવા મળ્યો.
સતત 10 દિવસ કરતા વધુ સમયથી શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે. દરરોજ સવારે એએમસી અને પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના મુખ્યમાર્ગો પર થયેલા વિવિધ પ્રકારના દબાણો દૂર કરાઇ રહ્યા છે. આજ કામગીરી આતે પૂર્વ ઝોનમાં રામોલ રીંગરોડ પર પાંજરાપોળથી રામોલ ટોકનાકા સુધી કરવામાં આવી. જ્યાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના દબાણ હટાવ મામલે બેવડા ધોરણો જોવા મળ્યા. એક તરફ નાના વેપારીઓ અને દુકાનદારોએ કરેલા શેડ, પતરા અને હોર્ડિંગ્સ સહીતના દબાણો એકપણ મિનીટનો સમય ગુમાવ્યા વગર તંત્રએ તોડી પાડ્યા.
પરંતુ આ દબાણો દૂર કર્યા બાદ તંત્રનો સ્ટાફ અને મશિનરી જેવા થોડા અંતરે આગળ વધ્યા ત્યાં એએમસી અને પોલીસનું ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળી ગયું. રીંગરોડના સર્વીસ રોડ પર બિલ્ડર દ્વારા પોતાના સ્કીમની જાહેરાત માટે લગાવાયેલા બોર્ડ તથા હંગામી ધોરણે ઉભી કરાયેલી ઓફીસનુ દબાણ તંત્રના ધ્યાને જાણે કે પડ્યુ જ નહીં. બન્ને તંત્રનો સ્ટાફ તે સ્થળે આવ્યો પરંતુ કોઇ દબાણ છે જ નહી. એ પ્રમાણે સ્ટાફે બિલ્ડરને દબાણો જાતે હટાવી લેવા મૌખિક સૂચના આપી. અને જોત જોતામાં બિલ્ડરાના માણસો જાતે જ જાહેરાતના બોર્ડ, સીસીટીવી કેમેરા સહીત અન્ય દબાણો દૂર કરવા લાગ્યા.
તો આ તરફ પશ્ચિમ વિસ્તારમા શ્યામલ ચાર રસ્તાથી આનંદનગર થઇ પ્રહલાદનગર તરફના મુખ્યમાર્ગ પર પણ બને તંત્ર દ્વારા દાબાણો દૂર કરવામાં આવ્યા. પરંતુ અહીંયા પોલીસ અને એએમસી તંત્ર વચ્ચે ક્યાં સંકલનનો અભાવ જોવા મળ્યું હતું. કારણ કે એએમસીએ કામગીરી શરૂ કરી દીધી હતી ત્યાં સુધી સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે આનંદનગર પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓને તેની જાણ જ ન હતી. પરીણામે ઝોન 7 ડીસીપી આર.જે.પારગી અને આનંદનગરના પોલીસ ઇન્સપેક્ટરએ એએમસી સ્ટાફને કડક સૂચના આપી. અને આવી કામગીરી સમયે છેલ્લા સમયે નહી પરંતુ આગોતરી જાણ કરવાનું કહ્યું હતું. દરમ્યા ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં ડીસીપીએ પણ સ્વીકાર્યુ કે સામાન્ય કોમ્યુનિકેશન ગેપ રહી ગયો હતો.