Ahmedabad: AMC એ 42 હોસ્પિટલોનું ફોર્મ C રદ્દ કર્યું, ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય વિભાગની કાર્યવાહી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશન બાદ એએમસીએ કાર્યવાહી કરી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશને બીયુ પરમિશન અને ફાયર NOC મુદ્દે 42 હોસ્પિટલ પર મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ કોર્પોરેશને 42 હોસ્પિટલોનું સી ફોર્મ રદ્દ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી પીટીશન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજીસ્ટ્રેશન રદ્દ કરી દીધા છે.
અમદાવાદ મનપાની કાર્યવાહી
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ આરોગ્ય વિભાગે હવે હોસ્પિટલો પર કાર્યવાહી કરી છે. કોર્પોરેશને 42 હોસ્પિટલોના સી ફોર્મ રદ્દ કરી દીધું છે. આ સાથે આ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને 7 દિવસની અંદર ખસેડવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે નવા કોઈ દર્દીને દાખલ ન કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કરી મોટી જાહેરાત
આ હોસ્પિટલો પર મનપાની કાર્યવાહી
રાજ્યમાં હોસ્પિટલોમાં બન્યા હતા આગના બનાવો
મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન અમદાવાદ, રાજકોટ સહિત અનેક જગ્યાએ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત પણ થયા હતા. ત્યારે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા હતા. કોર્ટમાં પણ ફાયર સેફ્ટીનો મુદ્દો પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube