અમદાવાદ: નહેરુબ્રિજ પર AMC ના કારચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત
નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ અલગ અકસ્માતમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ખંભાળીયામાં ગાડી નદીમાં ખાબકતા બે મહિલાઓનાં મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં નહેરૂબ્રિજ પર AMC ના કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીએ એક સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદ : નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ અલગ અકસ્માતમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ખંભાળીયામાં ગાડી નદીમાં ખાબકતા બે મહિલાઓનાં મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં નહેરૂબ્રિજ પર AMC ના કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીએ એક સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર AMC દ્વારા કોવિડના સમયમાં ટેસ્ટિંગ અને કોરોના અંગેની કામગીરી માટે કેટલીક ગાડીઓ કોન્ટ્રાક્ટ પર સંચાલિત કરવામાં આવી રહી છે. આજે સવારે નહેરુબ્રિજ પર આ કાર પસાર થઇ રહી હતી તે સમયે તેણે એક સાયકલ સવારને અડફેટે લીધો હતો. જેના પગલે સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટના અંગે માહિતી મળતા B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાડી ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું અકસ્માત નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube