અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં સતત વધી રહેલા વાહનો અને તેના કારણે સર્જાતી પાર્કિંગની સમસ્યાને લઇને ગત જુલાઇ માસમાં ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશન અને પોલીસ તંત્રને જોરદાર ફટકાર લગાવી હતી. જેની અસર પણ જોવા મળી હતી. પરંતુ હંમેશની માફક આ વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી આરંભે શૂરા, જેવી જ જોવા મળી છે. હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા એએમસીએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટ તો ફાળવી દીધા. પરંતુ ખરેખર તેનો ઉપયોગ થાય છે કે, નહી તે જોવાનો તંત્ર પાસે સમય જ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત જુલાઇ માસમાં ગુજરાત હાઇકોર્ટે શહેરની ટ્રાફીક અને પાર્કિગ સમસ્યા અંગે મ્યુનિસિપલ અને પોલીસ તંત્રની જોરદાર લપડાક લગાવી હતી. જે બાદ શહેરભરમાં મોટાપાયે દબાણ હટાવની ઝુંબેશ અને ટ્રાફીક ડ્રાઇવ યોજાઇ હતી. આડેધડ થતા પાર્કિગને રોકવા શહેરના વિવિધ વિસ્તારોમાં 25 જેટલા પાર્કિંગ પ્લોટ ફાળવાયા હોવાનો એએમસીએ હાઇકોર્ટમાં જવાબ પણ રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટના રોષથી બચવા જવાબ રજૂ કરવો અને વાસ્તવીક કામગીરી કરવી, આ બન્ને વચ્ચે મોટો ફર્ક છે. એએમસીનું તંત્ર કેટલુ સજાગ છે, તેની તપાસ કરવા ઝી ચોવીસ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કેટલાક પાર્કિંગ પ્લોટની મુલાકાત લીધી. જ્યાં મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી. 


નવરંગપુરા પાર્કિંગ પ્લોટ જંગલ બન્યો 
પાંજરાપોળ ચારરસ્તાથી ગુલબાઇ ટેકરા તરફ જવાના રસ્તે નવરંગપુરા પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. આ પાર્કિંગ પ્લોટમાં નજર કરતા પ્રશ્ન થાય કે, આ પાર્કિંગ પ્લોટ છે કે જંગલ ખાતાનો કોઇ વનિકરણ માટેનો પ્લોટ. કારણ કે, પ્લોટમાં જ્યાં નજર કરો ત્યાં વૃક્ષ જ જોવા મળે છે. જેની વચ્ચે વાહનો મહામુશ્કેલીથી પાર્ક થઇ શકે તેવી સ્થિતિ છે. આટલુ ઓછુ હોય કેટલીક ઓરડીઓ પણ જો છે જેમાં લોકો વસવાટ કરી રહ્યા છે.


ભીમજીપુરા
ભીમજીપુરાથી વાડજ સર્કલ તરફ જવાના માર્ગે આવેલો આ પાર્કિંગ પ્લોટ  મુખ્ય રોડ પર જ તારની ફેન્સીંગ બાંધીને અજુગતો પાર્કિંગ પ્લોટ તૈયાર કરાયો છે. કે જેમા એએમટીએસનું બસસ્ટેન્ડ પણ અંદર ઢંકાઇ જાય છે. તો સાથે એએસમીની પાણીની લાઇન પણ અંદરની તરફ જોઇ શકાય છે. આટલુ ઓછુ હોય તેમ ગાયમાતા પણ અંદર બીરાજમાન છે. એએમસી તંત્રની ઉત્તમ બેદરકારીઓ સામે આવી છે. 


[[{"fid":"201405","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AHM.jpg","field_file_image_title_text[und][0][value]":"AHM.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AHM.jpg","field_file_image_title_text[und][0][value]":"AHM.jpg"}},"link_text":false,"attributes":{"alt":"AHM.jpg","title":"AHM.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


હાટકેશ્વર 
પાર્કિંગ દર્શાવતો દિશાસુચક બોર્ડ તો આ સ્થળે જોવા મળ્યા હતા. પરંતુ આ સ્થળને જોતા કોઇ કહી ન શકે કે, અહીયા પાર્કિંગ પ્લોટ છે કે શું છે. માટીના ઢગલા, શ્રમીકોની ઝુંપડીઓ છે એવા સ્થળ પર પાર્કિગ પ્લોટ સંબંધી કોઇજ સુવિધા જોવા નથી મળી રહી.


એએમસી તંત્રની નિયત અને બેદરકારી દર્શાવતા સૌથી ગંભીર દ્રશ્યો જોવા મળ્યા ઇસનપુર પાર્કિંગ પ્લોટમાં જોવા મળી હતી. પહેલા તો આ પ્લોટ નારોલ-નરોડા મુખ્ય હાઇવેથી લગભગ 600 થી 700 મીટર અંદર તરફ આવેલો છે. જે માટે મુખ્યરોડ પર દિશાસુચક બોર્ડ મારેલુ છે. ભૂલથી પણ કોઇ વ્યક્તી આ પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા જાય, તો તેને વિચારવુ પડે કે, વાહન પાર્ક ક્યા કરવું. કારણ...????  


એએમસી દક્ષિણ ઝોન દ્વારા આ ઇસનપુર પાર્કિગ પ્લોટનું વિશાળ બોર્ડ તો લગાવાયુ છે. પરંતુ પ્લોટમાં જવાનો કોઇ રસ્તો જ નથી. કે કોઇ જગ્યા પણ નથી. જ્યાં જુઓ ત્યાં માટી, ઇંટો અને ડેબરેજીસના ઢગલા જ જોવાયા છે. આટલુ ઓછુ હોય એમ ભંગાર થઇ ગયેલા વાહનો પણ વર્ષોથી અહીયા પડેલા નજરે પડે છે.