Ahmedabad : AMTSને મિક્સ ટ્રાફિકમાં દોડાવાનો AMCનો વિવાદિત નિર્ણય
અગાઉ મિક્સ ટ્રાફિકમાં એએમટીએસ(AMTS) દોડતી હોવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા તત્કાલીન કમિશનરે સરકાર સાથે પરામર્શ કરી એએમટીએસ(AMTS) અને એસટીને(ST Bus) કોરિડોરમાંથી જવાની છૂટ આપી હતી. ડિસેમ્બર-2014થી તબક્કાવાર એએમટીએસના(AMTS) 41 રૂટની 321 બસો કોરિડોરમાં દોડતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ પાંજરાપોળ બીઆરટીએસ(BRTS) અકસ્માતમાં બેના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) બસ સેવાને પાટે ચડાવવા એકપછી એક નિર્ણય લઇ રહ્યું છે. હવે મ્યુનિસિપલ કમિશ્નરે(Municipal Commissioner) બીઆરટીએસ કોરીડોરમાં(BRTS Corridor) દોડતી એએમટીએસ(AMTS) બસને પુનઃ મિક્સ ટ્રાફીકમાં ચલાવવાનો વિવાદીત નિર્ણય લીધો છે. જેના કારણે શહેરની ટ્રાફીક(Traffic) સમસ્યા વધુ વકરી જશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, " બીઆરટીએસ(BRTS) કોરિડોરમાં હવે એએમટીએસ(AMTS) નહીં દોડાવવા કમિશનર વિજય નેહરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ આપ્યો છે. અગાઉ મિક્સ ટ્રાફિકમાં એએમટીએસ(AMTS) દોડતી હોવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા તત્કાલીન કમિશનરે સરકાર સાથે પરામર્શ કરી એએમટીએસ(AMTS) અને એસટીને(ST Bus) કોરિડોરમાંથી જવાની છૂટ આપી હતી. ડિસેમ્બર-2014થી તબક્કાવાર એએમટીએસના(AMTS) 41 રૂટની 321 બસો કોરિડોરમાં દોડતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે."
લો બોલો! રિવરફ્રન્ટની જમીનની વ્યૂહરચા અને વેચાણ માટે AMC વિદેશી કન્સલ્ટન્ટની સલાહ લેશે
વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, "આ સાથે જ બીઆરટીએસ રૂટને સમાંતર ચાલતા એએમટીએસના રૂટને પણ આગામી સમયમાં પૂર્ણ અભ્યાસ કર્યા બાદ બંધ કરવામાં આવશે. હવે તમામ અમલ વૈજ્ઞાનીક રીતે અભ્યાસ કરીને અને શહેરીજનોને વિશ્વાસમાં લઇને જ કરાશે."
જુઓ વીડિયો.....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube