Ahmedabad News : અમદાવાદમાં સ્પીડમાં ગાડી હંકારતા નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એમ કહો કે, આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેક તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. 


ખુશ થઈ જાઓ તેવી આગાહી, આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી


રસ્તા પર રોંગ સાઈડ આવતા લોકોને રોકવા એએમસી દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર તો લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ એક દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. બીજે દિવસથી અમદાવાદીઓ તેનો જુગાડ શોધી લીધો. પોતાનું ટુવ્હીલર હોય કે ફોરવીલર રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે. અમે સ્થળ પર જઈને ચકાસ્યું તો, ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડ જઇ રહ્યા છે. માત્ર 48 કલાક પહેલાં લગાવેલા આ ટાયર કિલર પરથી સરળતાથી અમદાવાદીઓ પોતાના વાહન રોગ સાઈડ લઈ જઈ રહ્યાં છે. 



આમ, અનેક વાહનોના ટાયર વગર પંચરે આસાનીથી પસાર થઈ રહ્યા છે. પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયા વિસ્તારમાં ઇન્સ્ટોલ  ટાયર કિલર બમ્પ લગાવાયું હતું. પરંતુ જે હવે કોઈ કામમાં આવ્યુ નથી તે સાબિત થઈ ગયું છે. બેજવાબદાર નાગરિકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યાં છે.  કેટલાક વાહન ચાલકો બ્રિજ પર ઉભા રહી ટ્રાફિક વધારતા પણ નજરે પડ્યા છે. 


Driving License અંગે મહત્વના સમાચાર, 100 ટકા વધારી દેવાઈ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ


એએમસી દ્વારા આ બમ્પ લગાવીને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા લગાવાય ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે. હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કારગિલ , ઇસ્કોન , શાસ્ત્રીનગર , જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે. પરંતુ આ બમ્પ કોઈ કામનું ન નીકળ્યું.


ગુજરાતમાંથી નીકળી શકે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, ઘડાઈ રહ્યો છે તખતો