અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ  અમદાવાદના શિશુગૃહમાંથી એક બાળકીને અમેરિકન દંપતીએ દત્તક લીધી છે. 5 વર્ષની અર્પિતા નામની બાળકીને દત્તક લેવામાં આવી છે. અમેરિકામાં રહેતા નાથન ટાઉનસન અને જેસિકા ટાઉનસને પાંચ વર્ષની અર્પિતાને દત્તક લીધી છે. મહત્વનું છે કે આ બાળકી ગાંધીનગરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરી અર્પિતાને અમેરિકન દંપતીને સોંપી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન દંપતીએ બાળકીને આપ્યું નવું નામ
અર્પિતાને દત્તક લેવા માટે નાથન ટાઉનસન અમેરિકાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તમામ કાયદાકીય કાર્યવાહી કરી બાળકી તેમને સોંપી દેવામાં આવી છે. અમેરિકાના પરિવારે બાળકીનું નામ જોય રાખ્યું છે. બાળકીને દત્તક લેવા માટે અમેરિકન દંપતીએ ત્રણ વર્ષ પહેલા પ્રક્રિયા શરૂ કરી હતી. સંતાન ન હોવાથી આ દંપતીએ બાળક દકત લેવાનું નક્કી કર્યુ હતું. 


આ પણ વાંચોઃ Ahmedabad: AMC એ 42 હોસ્પિટલોનું ફોર્મ C રદ્દ કર્યું, ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય વિભાગની કાર્યવાહી  


બિનવારસી હાલતમાં મળી આવી હતી બાળકી
અર્પિતા થોડા વર્ષો પહેલા ગાંધીનગરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને શિશુગૃહ ખાતે રાખવામાં આવી હતી. હવે બાળકીને માતા-પિતા પણ મળી ગયા છે. અમેરિકન દંપતીએ તમામ કાર્યવાહી પણ પૂર્ણ કરી લીધી છે અને બાળકીનો પાસપોર્ટ પણ બની ગયો છે. આજે અમદાવાદના કલેક્ટરે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને અમેરિકન દંપતીને સોંપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube