ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 496 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.95 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2287 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2265 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,54,494 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,999 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 79 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 34, રાજકોટ કોર્પોરેશનમાં 12, વલસાડ 11, સાબરકાંઠા 10, સુરત 10, સુરત કોર્પોરેશનમાં 10, મહેસાણા 8, ગાંધીનગર કોર્પોરેશમાં 7, કચ્છ 7, નવસારી 6, અરવલ્લી 5, સુરેન્દ્રનગર 5, ભાવનગર કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા 3, જામનગર કોર્પોરેશનમાં 3, અમદાવાદ 2, ભરૂચ 2, ગાંધીનગર 2, ખેડા 2, મહીસાગર 2, અમરેલી 1, આણંદ 1, પાટણ 1, પોરબંદર 1, રાજકોટ 1 અને વડોદરા 1 એમ કુલ 230 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,07,264 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 210 ને રસીનો પ્રથમ અને 1565 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 


15-17 વર્ષના લોકો પૈકી 226 ને રસીનો પ્રથમ અને 69 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 10079 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 120 ને રસીનો પ્રથમ અને 2627 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 92368 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,10,22,129 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube