અમદાવાદીઓ શું તમારા પ્રોપર્ટી ટેક્સ પર ચઢી ગયું છે મોટું વ્યાજ? તો ચિંતા ના કરતા, AMCએ જાહેર કરી વ્યાજ માફીની યોજના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ યોજના 3 માસ માટે ચાલુ રહેશે. આ યોજના થકી પ્રોપર્ટી ટેક્સ પેટે 350 કરોડ એકઠાં થવાનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.
ઝી બ્યુરો/ અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતા માટે એક જબરદસ્ત યોજના જાહેર કરી છે. જેમાં શહેરીજનોને તેમના પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ કરવાની યોજના છે. સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં નાગરિકોને 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80% વ્યાજ માફ કરવામાં આવશે, તેવી રીતે 31 જાન્યુઆરી સુધી કોમર્શિયલમાં 60% વ્યાજ માફનો નિર્ણય લેવાયો છે. 28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75% વ્યાજ માફ, જ્યારે 28 ફેબ્રુઆરી સુધી કોર્મર્શિયલમાં 55% વ્યાજ માફ કરવામાં આવશે. 31 માર્ચ સુધી ટેક્સ ભરનારને 70 અને 50% વ્યાજમાં રાહત આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ યોજના 3 માસ માટે ચાલુ રહેશે. આ યોજના થકી પ્રોપર્ટી ટેક્સ પેટે 350 કરોડ એકઠાં થવાનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.
વાલીઓમાં ડર વધ્યો! રાજકોટની 200 સ્કૂલોમાં ઓમિક્રોનની મોટી અસર, ઓનલાઇન શિક્ષણની માંગ તીવ્ર બની
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જનતા માટે જાહેર કરવામાં આવેલી યોજના અંતર્ગત 3 માસ માટે મિલકત વેરા પર વ્યાજ માફી માટેની આ યોજનામાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ તો કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત આપવામાં આવી છે. 28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા વ્યાજ માફી અને કોમર્શિયલમાં 55 ટકા વ્યાજમાફી થશે તેવી જાહેરાત કરવામાં આવ્યું છે. તો છેલ્લા અને ત્રીજા મહિનામાં 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેઠાણમાં 70 ટકા વ્યાજમાફી, કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના 8 જિલ્લામાં મોડી રાત્રે ચોમાસા જેવો વરસાદ, જાણો હવામાન વિભાગના મતે કેવું રહેશે વાતાવરણ?
આ યોજના થકી વ્યાજમાં રિબેટ અપાતા નિયમિત તેમજ બાકી વેરો ઝડપથી ભરાશે. જેથી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ એકઠા કરવાનો AMCનો અંદાજ રાખ્યો છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને 80 સુધી વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ આગામી 31 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લઈ શકાશે.
મહત્વનું છે કે AMCના ચોપડે કોરોનાના કારણે કરોડોનો પ્રોપર્ટી ટેક્સ તેમજ કોમર્શિયલ ટેક્સ બાકી બોલે છે. જે આ ત્રિમાસિક યોજનાની વ્યાજ માફીની જાહેરાતથી એક સામટો ઑછો થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube