મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોનાની બીજી લહેર બાદ હળવાશ થતાની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે ફરી એક વખત લાલ આંખ કરી સખ્તાઈ વર્તવાનું શરૂ કરવું પડ્યું છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ 22 હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા છે. અને લાખો રૂપિયા દન્ડ પણ વસુલ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત થાય હતા. જો કે સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણો લાવ્યા હતા. અને રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જો કે હવે કોરોના ના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર એ કેટલીક છૂટછાટો આપી ને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે માત્ર દસ દિવસ માં જ પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા 22 હજાર લોકો ને દંડ ફટકાર્યો છે.


જો ગત બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિના માં પોલીસ ની કાર્યવાહી પર નજર કરીએ તો એપ્રિલ માં 52,311 ને મેમો આપી  રૂપિયા  52 લાખ 311 હજારનો દંડ વસુલ્યો , જયારે મે મહિનામાં  56725   મેમો આપ્યા જેનો  56 લાખ 725 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. આમ , છેલ્લા બે મહિનાની સરખામણી માં ચાલુ મહિને વસૂલવા માં આવેલ દંડની રકમ પ્રમાણ માં ખુબ જ વધારે જોવા મળી રહ્યું છે. પોલીસ અધિકારીની વાત  માનીએ તો અનલૉક ની સાથે જ લોકો પોતાની જવાબદારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે અત્યાર સુધીની વાત કરીએ તો કોરોના કાળ માં પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા લોકો પાસે થી કુલ 49 કરોડ જેટલી રકમનો દંડ વસુલ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube