અમદાવાદ : જાણીતા સાડીના શો રૂમના માલિકના ત્રાસથી કંટાળીને કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસ દ્વારા કર્મચારીની સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધીને દીપકલા જંગ્શનના માલિકની ધરપકડ કરી હતી.  આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારી બોલી નહી શકતા મોડેથી ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદ નહી નોંધવા મુદ્દે એવો દાવો કર્યો કે, કર્મચારી બોલી શકતો નહી હોવાનાં કારણે ફરિયાદ દાખલ કરવામાં ઘણુ મોડુ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 વર્ષીય યુવતીને 4-4 બોયફ્રેંડ, પ્રેમીએ જ યુવતીનાં પિતાને સ્ક્રીનશોટ-રેકોર્ડિંગ મોકલ્યા અને...


શહેરમાં દીપકલા સાડીના શો રૂમના માલિક પ્રદીપ શાહ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં તેમના જ કર્મચારીઓએ ફરિયાદ દાખલ કરાવી હતી. ખોખરા વિસ્તારમાં કનુભાઇ રહે છે. છેલ્લા સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શનના સાડીના શોરૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઇને ટાર્ગેટ કરી રહ્યા હતા. જેના કારણે તેણે ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. આ અંગેનો તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો હતો. 


Gandhinagar: ધારાસભ્યે કહ્યું અધિકારીઓ અમારા ફોન નથી ઉપાડતા, ગેલેરીમાંથી કુદવાનું મન થાય છે


કર્મચારીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો કે, પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો 25 ટકા પગાર કાપી લેતા અને જો 15 મિનિટથી વધારે મોડુ થાય તો અડધો અડધ પગાર કપાઇ જતો હતો. શનિવાર અને રવિવાર ફરજીયાત બોલાવતા હતા. આ ઉપરાંત તેમને વારંવાર અપમાનિત શબ્દો પણ કહેતા હતા. કેટલીક વખત ગાળો પણ આપવા લાગતા હતા. 


ધારાસભ્યની દાદાગીરી: હું કહું ત્યાં ઉભો રહે નહી તો પટ્ટા ઉતરી જશે, લોકોને કહ્યું મારો સાલાઓને


આ ટોર્ચરથી કંટાળીને કનુભાઇએ એક્સપ્રેસ હાઇવે પર આવેલા ત્રિકોણીયા બાગમાં હાથ-પગ તથા ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કનુભાઇ 25 મી તારીખથી એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે બીજી તરફ આરોપી પ્રતિષ્ઠિત વેપારી હોવાનાં કારણે પોલીસ તેની આગતા સ્વાગતામાં લાગી ગઇ હતી. લોકઅપના બદલે પોલીસ સ્ટેશનનાં રૂમમાં બેસાડીને તેની સેવામાં 2 કોન્સ્ટેબલ લગાવી દેવાયા હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube