અમદાવાદ : કોરોનાના કેસો ઘટતા ફરી એકવાર રાજ્યની બેંકો 100% કર્મચારીઓ સાથે ફરી એકવાર ધમધમતી થઈ છે. કોરોના કેસો વધ્યા બાદ બંધ કરાયેલી કેટલીક કામગીરી ફરી શરુ કરવામાં આવી છે. અત્યાર સુધી બેન્કોમાં કેટલીક કામગીરી બંધ હોવાથી ગ્રાહકોનો ધસારો ઘટ્યો હતો. બેન્કોમાં હવે તમામ કામગીરી શરૂ થતાં ગ્રાહકોનો ધસારો વધશે તેવી બેંક યુનિયનને દહેશત છે. તમામ બેંક કર્મચારીઓને ઝડપથી વેક્સીનેટેડ કરવામાં આવે તેવી યુનિયન તરફથી માગ ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વોરિયર્સનો દરજ્જો પ્રાપ્ત એવા બેન્ક કર્મચારીઓ માટે સ્પેશિયલ વેકસીનેશન ડ્રાઈવ યોજવા માંગ કરવામાં આવી છે. અન્ય કોરોના વોરિયર્સ માટે જે પ્રકારે વેકસીનેશન ડ્રાઈવ કરાઈ તે મુજબ લાભ આપવા માંગ કરવામાં આવી છે. બેંક કર્મીઓ માટે સ્પેશિયલ વેકસીનેશન ડ્રાઈવ યોજવા SLBCએ CM ને પત્ર લખ્યો છે. 


બીજી લહેરમાં કોરોનાને કારણે 200 જેટલા બેન્ક કર્મચારીઓના મોત થયા : મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશનને રજુઆત કરાઇ છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં અંદાજે 18 હજાર જેટલા બેન્ક કર્મચારીઓ સંક્રમિત થવાનો યુનિયનનો દાવો છે. સતત ગ્રાહકો અને રોકડ નાણા સાથે કામ કરવાનું હોવાથી સંક્રમણનો સૌથી વધુ ડર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube