ઉદય રંજન/અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકના કારણે સ્થાનિક લોકો ડરના માર્યા જોવા મળી રહ્યા છે. ક્યારેક રસ્તા પર ખુલ્લેઆમ તલવારો સાથે લોકોને ડરાવી ધમકાવી તો ક્યારેક હોટલમાં જઈને હોટેલના માલિક પાસેથી હપ્તા ઉઘરાવા તો ક્યારેક વિસ્તારમાં વાહન સળગાવી આ સામાજિક તત્વો આતંક વંચાવી રહ્યા છે. પરિસ્થિતિ હદની પાર થઈ રહી છે. તેમ છતાં પોલીસ જાણે મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી આ વિસ્તારોમા શરૂ થશે અતિભારે વરસાદ


અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદા કોઈ પરવા જ ન હોય એવો ઘાટ સર્જાયો છે. પાછલા કેટલાક દિવસો દરમિયાન તત્વોના આતંકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહે છે, ત્યારે બાપુનગર વિસ્તારમાં પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા નામના કુખ્યાત શખ્સોના આતંકના કારણે લોકો ત્રસ્ત બન્યા છે અને ડરી ડરીને રહેવા મજબૂર બન્યા છે. 


જાહેરમાં ઝઘડનાર ભાજપના ધારસભ્ય અને સાંસદ કોણ? દિલ્લી સુધી પહોંચેલાં છે બન્નેના તાર


આ બંને કુખ્યાત શખ્સો પર 10થી વધારે જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે તેમ છતાં ખુલ્લેઆમ વિસ્તારના લોકોને બાનમાં લઈને આતંક મચાવવાનું યથાવત છે. બંને કુખ્યાત સામે વધુ બે ફરિયાદ થઈ છે. જેમાં એક ફરિયાદીએ ધાક ધમકી આપવાની જ્યારે બીજા ફરિયાદીએ વાહન સળગાવી મામલે ફરિયાદ નોંધાવી છે. અસામાજિક તત્વો એટલી હદે બેફામ અને છાકટા બન્યા છે કે સ્થાનિક લોકો તેમની વિરુદ્ધ બોલતા પણ ગભરાઈ રહ્યા છે.


પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સુરતની પરણિતાને ત્રીજા મહિને જ પતિએ મધરાત્રે ઢોરમાર માર્યો


આરોપી પિન્ટુ અને કુલદીપના બે અલગ અલગ વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં બાપુનગરના જાહેર રસ્તા પર તલવાર વડે લોકોને ધમકાવી રહ્યા છે. જ્યારે બીજા વિડીયોમાં આ જ વિસ્તારની એક હોટલમાં જઈને પોલીસ કર્મીઓને જ ધમકાવી રહ્યો છે. હોટલના માલિક પણ આ બાબતે બોલવાથી દૂરી બનાવી રહ્યા છે. 


BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત


સ્થાનિક લોકોનો ડાબો છે કે પીડિત વ્યક્તિ જ્યારે આ સામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવે છે ત્યારે તેમને પણ ભાગ ધમકી આપવામાં આવે છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓ સીડી વ્યક્તિઓને ડરાવી ધમકાવી પરેશાન કરે છે. જેથી અસામાજિક તત્વો ની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે. 


વતનમાં ઉજવો મિની વેકેશન:સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતનાં લોકો માટે ST વિભાગનો મોટો નિર્ણય