આશ્કા જાની/અમદાવાદ: 145મી રથયાત્રા પર ભગવાના જગન્નાથજીને રિઝવવા માટે ભક્તો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાબેન ભટ્ટે ચોકલેટનો રથ બનાવી અનોખી રીતે ભક્તી વ્યક્ત કરી છે. ચોકલેટનો રથ મંદિરમાં ભગવાનને અર્પણ કરીને મંદિર દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવશે.


11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube