અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં Corona વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં Coronaનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા તંત્રની નિંદર ઉડી ગઈ છે. અમદાવાદમાં સૌથી પહેલો કેસ 19મી માર્ચના રોજ આવ્યો હતો. 6 એપ્રિલ સુધી આ આંક માત્ર 64 જ હતો. આ બાદ સતત આંક વધી રહ્યો છે. 10મી એપ્રિલના રોજ અમદાવાદમાં Corona પોઝિટિવનો આંક 197 હતો. એક જ સપ્તાહમાં 590 એ પહોંચ્યો છે.  આમ એક જ સપ્તાહમાં 400ની આસપાસ કેસ નોધાયા છે. આમ, ગુજરાતનું અમદાવાદ ચીનના વુહાન જેવું જ જોખમી બની રહ્યું છે 


હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો 590 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વટવા, જમાલપુર, કાલુપુર ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર અને નિકોલ જેવા વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ગુજરાતમાં Corona પોઝિટિવ કેસોના 59 ટકા કેસ ફક્ત અમદાવાદના જ છે. અમદાવાદ નગર નિગમના કમિશ્નર વિજય નેહરાએ ચેતવણી આપી દીધી છે કોરોના પોઝિટિવનો આંકડો રોજ 100ના આંકને વટાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube