Ahmedabad Multilevel Parking Opening અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે અત્યાધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનું આજે જન્માષ્ટમીના પર્વ પર લોકાર્પણ કરાયું છે. રૂપિયા 60 કરોડના ખર્ચે 8 માળનું સેન્સર બેઝ પાર્કિંગ બિલ્ડીંગ અમદાવાદીઓના વપરાશ માટે ખુલ્લું મુકાયું છે. મેયર સહિતના હોદ્દેદારો અને amc અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અહીં વિદેશમાં હોય તેવી આલાગ્રાન્ડ સુવિધા ઉભી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટીલેવલ પાર્કિંગની ખાસિયત 


  • 700 ટુ વહીલર અને 1000 થી વધુ કાર પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા 

  • ટુ વહીલર માટે કલાકના 10 અને ફોર વહીલર માટે કલાકના 20 રૂ પાર્કિંગ ચાર્જ 

  • પ્રાયોગિક ધોરણે અમલ કર્યા બાદ પાર્કિંગ ચાર્જ બદલાઈ પણ શકે 

  • પાર્કિંગના પ્રથમ માળથી અટલ બ્રિજ તરફ તૈયાર કરાયો ફૂટ ઓવર બ્રિજ 

  • વાહન પાર્ક કરી ફૂટઓવર બ્રિજ થી સીધા સામે તરફ જઈ શકાશે 

  • વાહનના પ્રવેશ સમયે ડિજિટલ ડિસ્પ્લે પર  પાર્કિંગ અંગેની માહિતી મળી શકશે 

  • ક્યાં માળે કેટલા વાહનોની ક્ષમતા બાકી તે જાણી શકાશે 

  • દરેક સ્થળે cctv અને ફાયરસેફટી સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરાઈ 


દ્વારકા મંદિરથી Live : દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાતું જોઈ ધન્ય થયા ભક્તો


અમદાવાદીઓને પાર્કિંગની સમસ્યાથી મુક્તિ
અમદાવાદ સહિતના મહાનગરોમાં વાહન પાર્ક ક્યાં કરવું એ એક સમસ્યા છે. જેના માટે વાહન પાર્કિંગની જગ્યાનું નિર્માણ કરવું એ એક માત્ર ઉપાય છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર પણ પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા હોવાથી કેટલાક મુલાકાતીઓને વાહન પાર્ક ક્યાં કરવું એની ચિંતા સતાવતી હતી. પરંતું હવે આ ચિંતાનું સમાધાન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ પાકિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ મલ્ટિલેવલ પાર્કિંગનું લોકાર્પણ પણ કરી દેવાયું છે.


ક્યા બનાવાયુઁ છે આ આલાગ્રાન્ડ પાર્કિંગ 
રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં, ઇવેન્ટ ગ્રાઉન્ડથી સીધું જ સ્માર્ટ મલ્ટિલેવલ પાકિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગ  કોરિડોર દ્વારા ફૂટ-ઓવર બ્રિજ સાથે સીધું જોડાયેલ છે. જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે. 


દહીહાંડીમાં સ્ટંટ કરવા ગયેલો યુવક દાઝ્યો, ખેલ કરવામાં ચહેરા પર જ આગ લાગી


પાર્કિંગ સ્લોટ દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવાઈ
આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે. 1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.


આયુષ્યમાનમાં ગરબડ ગોટાળા કરવામાં ગુજરાત નંબર વન, હોસ્પિટલોએ સરકારી તિજોરી ખંખેરી