Ahmedabad News અમદાવાદ : અમદાવાદીઓની આતુરતાનો અંત આવી ગયો છે. સાબરમતી નદીના કાંઠે આંતરરાષ્ટ્રીય ફલાવર શોને ખુલ્લો મૂકાયો છે.  રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 9.30 કલાકે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફલાવર શો 2025 માં ખર્ચ 17 થી 18 કરોડ આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં સ્કલ્પ્ચર, આઇકૉનિક સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ કામગીરી માટે તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. 8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાઈ છે. હલ્ક, પ્રાણીઓ -પક્ષીઓ ઓલમ્પિક રિંગ, ફ્લાવર ફોલ, કીર્તિ સ્તંભ, ફ્લાવર વેલી, સેલ્ફી પોઇન્ટ અને ફ્લાવર વોલ સહિતના અન્ય આકર્ષક સ્કલ્પ્ચર બનાવી મુકવામાં આવ્યા છે. 500 થી વધુ પ્રજાતિના 7 લાખ કરતા પણ વધુ છોડ અને રોપા આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશી વિદેશી, સીઝનલ અને બારમાસી રંગબેરંગી ફૂલો  લાખ્ખો લોકોને આકર્ષશે. જેની સામે ફૂડ સ્ટોલ, ફ્લાવર સ્ટોલ અને અન્ય સ્ટોલની હરાજી થકી 2 કરોડની આવક થશે.


ગુજરાતીઓને માટે મોટું એલર્ટ! જાન્યુઆરીની આ તારીખ નોંધી લો, વરસાદની છે આગાહી


કેટલી છે ટિક્ટ
ફલાવર શો 2025 માટે ટિકીટના દર નક્કી કરાયા છે. આ વર્ષે ગત વર્ષ કરતા ફલાવર શો જોવો મોંઘો પડશે. સોમવારથી શુક્રવાર દરમ્યાન પ્રવેશ ફી 70 રૂ નક્કી કરાઈ છે. પરંતું ફલાવર શોમાં શનિ અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે. ફલાવર શો માં vvip પ્રાઇમ સ્લોટ રખાશે. તો સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 Vvip સ્લોટ રખાયો છે. જેમાં પ્રવેશ ફી 500 રૂપિયા નક્કી કરાઈ છે. એએમસી સ્કૂલના વિધાર્થીઓ વિનામૂલ્યે ફ્લાવર શોમાં જઈ શકશે. ખાનગી સ્કૂલના બાળકો માટે 10 રૂપિયા ટિકીટ રહેશે. 
 
નાઇટ ફ્લાવર પાર્ક બની રહેશે નવું આકર્ષણ 
AMC એ રિવરફ્રન્ટ ખાતે નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો છે. જંગલની થીમ પર આ નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે. ફ્લાવર પાર્કની મજા માણ્યા બાદ નાગરિકો આ નાઈટ ફ્લાવર પાર્ક નિહાળી શકશે. ફ્લાવર શો બાદ ફી અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. જોકે, હાલ ફ્લાવર શોની ટિકિટ પર તેમાં એન્ટ્રી મળશે. જ્યાં 40 થી વધુ પ્રાણીઓ અને કાર્ટુનના સ્કલપચર મૂકવામાં આવ્યા છે. લાઈટિંગ શો થીમ પાર્ક પર બનાવાયો છે. રાત્રિના સમયે નાગરિકો લાઈટિંગ શોની મજા માણી શકશે. સાથે જ ડાન્સિંગ ફ્લોર, લાઈટ ટનલ જેવા લાઈટિંગ શોના નવા આકર્ષણ પણ મૂકાયા છે. 


પુષ્પા-2 કરતા પણ ફાડું છે સાઉથની આ ફિલ્મ, 2 કલાક 24 મિનિટની ફિલ્મમાં રુંવાડા ઉભા થઈ જશે