• અમદાવાદનું નવું નજરાણું બાયોડાયવર્સિટી પાર્ક બનવાનું છે. આ પાર્ક અમદાવાદની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે

  • પ્રોજેક્ટમાં પહેલા 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના 40000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર (go green) વધારવા માટે એક પછી એક એમ વિવિધ તબક્કાની કામગીરી કરાઇ રહી છે. આજ કામગીરીના ભાગરૂપે આજે શહેરના રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાયવર્સિટી પાર્ક (biodiversity park) ના ફેઝ 2 ની કામગીરીની શરૂઆત કરાઈ છે. જે પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાહેજાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં બાયોડાયવર્સિટી પાર્કની જગ્યા પર 45,000 વૃક્ષો વાવી અને મિની જંગલ ઉભું કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમ પ્રસંગે પ્રદીપસિંહ જાહેજા ઉપરાંત શહેરના મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હોદ્દેદારો, કોર્પોરેટરો અને ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદનું નવું નજરાણું બાયોડાયવર્સિટી પાર્ક બનવાનું છે. આ પાર્ક અમદાવાદની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. વૃક્ષપ્રેમીઓ અવારનવાર મુલાકાત સાથે રિવરફન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ પાર્ક અર્બન ફોરેસ્ટ પ્રસ્થાપિત બનશે. સાબરમતી રિવરફ્રન્ટ અને પર્યાવરણ જતનને (save environment) વાચા મળશે. બાયો-ડાયવર્સિટી પાર્કમાં 45000 વૃક્ષો વાવવામાં આવશે અને મિની જંગલ ઉભું કરવામાં આવશે. રૂ. 2.5 કરોડના ખર્ચે ઉભું બાયો-ડાયવર્સિટી ફેઝ-2માં બનશે. આ પાર્કમાં ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 170 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે. જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. 


પ્રોજેક્ટમાં પહેલા 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના 40000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે. પાંચ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. આ પાર્કમાં ચાલવા માટે કાચો માર્ગ બનાવવામાં આવશે. ચાલુ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટમાં કુલ 1.35 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. નોંધનીય છે કે, બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટ અંતર્ગત એએમસી દ્વારા આજ સ્થળે ફેઝ-1 નુ કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. જેના વિસ્તરણના પ્રોજેક્ટ હેઠળ આજનો ફેઝ-2 નો કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત સાયન્સ સિટી રોડ ઉપર આવેલા ઉગતી ગાર્ડનમાં પણ આજ પ્રકારે કોંક્રિટના જંગલો વચ્ચે વૃક્ષોનુ કુદરતી ગીચ જંગલ ઉભુ કરવામાં આવ્યુ છે, જે શહેરીજનોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યુ છે.