અમદાવાદમાં અમિત શાહે કહ્યું, વિકાસની વણઝાર ક્યારેય નહિ રોકાય તેની ખાતરી આપુ છું
- બોપલમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, અગાઉ આખો વિસ્તાર ધૂળિયો હતો, આજે ચારેય તરફ વિકાસ છે
- કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. તેઓ આજથી 2 દિવસ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકર્પણ કરવાના છે. તેમણે અમદાવાદમાં આજે 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાત મુહૂર્ત કર્યું છે. બોપલમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, અગાઉ આખો વિસ્તાર ધૂળિયો હતો, આજે ચારેય તરફ વિકાસ છે. અમે અગાઉ વિકાસના મૂળિયા નાંખ્યા હતા, આજે તેના ફળ મળ્યા છે. વિકાસની વણઝાર ક્યારેય નહિ રોકાય તેની ખાતરી આપુ છું.
તેમણે કહ્યું કે, સંભવિત ત્રીજી લહેર (third wave) ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે. આ વખતે ઓક્સિજનની અછત ન પડે એવી તમામ કામગીરી કરી લેવાઈ છે. રસી લેવા માટે જેને આશંકા કે મૂંઝવણ હોય તો આપણે તેને દૂર કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, આજે મારા માટે ખુશીનો દિવસ છે. આજે મને ઔડા અને પશ્ચિમ રેલવાના 267 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાની તક મળી. તેમણે વધુમાં કહ્યું કે, મેં ત્રણ પ્રકારના નેતા જોયા છે. એક જે માત્ર ઉદઘાટનમાં ભાગ લે છે. બીજો એ જે, પોતાના સમયમાં નક્કી કરે છે કે, વિકાસ કાર્ય થયા છે કે નહિ. અને ત્રીજા નરેન્દ્ર મોદી છે, જે એવુ નક્કી કરે છે કે, તેમના ગયા બાદ પણ વિકાસ કાર્યો ચાલુ રહે.
આજે અમિત શાહ અમદાવાદ (Ahmedabad) માં 192.38 કરોડના 9 વિકાસ કર્યોનું લોકપર્ણ કર્યું. જેમાં બોપલ સિવિક સેન્ટર, લાયબ્રેરી, ગોતા કોમ્યુનિટી હોલ, વોટર ડિસ્ટ્રી બ્યુશન સ્ટેશન, વેજલપુર કોમ્યુનિટી હોલ, સબઝોનલ ઓફિસનું લોકપર્ણ કર્યું. સાથે જ 128.39 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં ઘુમા વોટર સપ્લાય પ્રોજેક્ટ, જલજીવન મિશન હેઠળ CWPH પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ 34 કરોડના સાણંદ બાવળાના વિકાસ કાર્યોનું પણ લોકાપર્ણ કરાયું.