બ્રિજેશ દોશી/અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણ શાંત થતાની સાથે જ ફરી એકવાર રાજકીય હલચલ ચાલુ થઇ ચુકી છે. લાંબા સમયથી લટકેલી નિમણુંકો ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. અમદાવાદના શહેર પ્રમુખ તરીકે અમિત શાહની પસંદગી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, તેઓ પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે અમિત શાહની પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ મેયર અમિત શાહ શહેર પ્રમુખ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ 5 વખત કોર્પોરેટર રહી ચુક્યા છે. 2005થી 2008 વચ્ચે તેઓ અમદાવાદનાં મેયર પણ રહી ચુક્યા છે. જો કે આ ચૂંટણીમાં તેમની ટિકિટ કાપી લેવાઇ હતી. જગદીશ પંચાલની જગ્યાએ અમિત શાહની અમદાવાદના શહેર પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ 


ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની પસંદગી કરી છે. અત્રે નોંધનીય છે કે, આગામી 6 મહિનામાં બાકી રહેલી નિમણુંકો પણ કરી દેવામાં આવશે. 2 શહેર અને અન્ય બાકી રહેલા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં 39 જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube