ઉદય રંજન/અમદાવાદ : શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ઔડા (AUDA) મકાનમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો મામલે પોલીસે 12 લોકોની ધરપકડ (arrest) કરી છે. ઓઢવ પોલીસે ક્રોસ ફરિયાદ અને રાયોટિંગ ગુનો નોંધી આરોપી ધરપકડ (arrest) કરી છે. પથ્થરમારો મામલે પોલીસ તપાસમાં ગાળો બોલવા જેવી બાબતમાં માથાકૂટ શરૂ થઈ હતી. જે બાદ બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VALSAD: 75 વર્ષનું દંપત્તી ધોકે ધોકે સામસામે લડવા લાગ્યું અને અચાનક પતિનું નિપજ્યું મોત


જેમાં બે લોકોને સામાન્ય ઇજા થઇ હતી. જો કે ઘટનાની ઓઢવ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. બે જૂથો આમને સામને આક્ષેપ કરતી ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પરતું પથ્થરમારો અન્ય કોઈ કારણ છે કે કેમ જે બાબતની તપાસ શરૂ કરી છે. ત્યારે રાયોટિંગ માં ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube