આશ્કા જાની/અમદાવાદ: અમદાવાદ 2008 બ્લાસ્ટના દોષિતોને 18 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. કોર્ટ 18 ફેબ્રુઆરીએ દોષિતોને સજા સંભળાવશે. વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઇ છે. પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ છે..જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ છે..18 ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત સજાનું એલાન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આ કેસમાં 77 આરોપીઓ હતા. જેમાંથી 28ને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. જ્યારે બ્લાસ્ટ કેસમાં હજુ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છેઅને માસ્ટમાઈન્ડ ભટકલ બંધુઓ સામે ટ્રાયલ બાકી છે..આ ભટકલ બંધુઓ સીમી સંગઠનના આતંકીઓ છે.


નોંધનીય છે કે, 26 જુલાઈ 2008નો શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.


મહત્વનું છે કે, અમદાવાદને લોહી લુહાણ કરનાર આતંકીઓ સામે કોર્ટ ચુકાદો આપી દીધો છે. 2008 અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટ 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓ સામે કોઈ પૂરાવા ના મળતા કોર્ટે તેઓને છોડી મુક્યા છે. આતો વાત હતી કોર્ટની અત્યાર સુધીની કાર્યવાહીની.. પરંતુ હવે ફરી એક વખત નજર કરીશું એ કાળા દિવસ પર, જ્યારે સમગ્ર અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા..અને બ્લાસ્ટ થતાં જ અમદાવાદનો આખો નક્શો જાણે બદલાઈ ગયો હતો. 


નોંધનીય છે કે, 26 જુલાઈ 2008ના શનિવારના એ દિવસે અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા અને આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટ આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આજે ચુકાદો આપી શકે છે. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે અને 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. તો અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.


આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.


કોણે કર્યા હતા બોમ્બ બ્લાસ્ટ?
બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુઝાહિદ્દીન હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામીએ જવાબદારી લીધી હતી. આ બ્લાસ્ટનો મુખ્યસુત્રધાર અને માસ્ટરમાઇન્ડર ઇકબાલ યાસીન અને રિયાઝ ભટકલ, યાસીન ભટકલ હતા. જો કે આ તમામ આરોપીઓ હાલ દિલ્હીની જેલમાં કેદ છે અને તેની વિરુદ્ધ હવે કેસ રિઓપન થશે. 


ચાર્જશિટના મહત્વના મુદ્દા...
- 1163 લોકોની જુબાની લેવામાં આવી
- 1237 સાક્ષીઓ રજુ કરવામાં આવ્યા
- 6000 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા
- 9800 પેજની એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવી
- 51 લાખ પેજની 521 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી
-77 આરોપીઓ વિરુદ્ધ 14 દિવસ બાદ સુનાવણી પુર્ણ
- 7 જજ બદલ્યા અને કોરોનામાં પણ ડે ટુ ડે સુનાવણી કરવામાં આવી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube