આશ્કા જાની/અમદાવાદ :આજથી 14 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી એક ગુજારી ઘટના અમદાવાદના ઇતિહાસમાં હંમેશા કાળા અક્ષરે લખાશે કેમ કે 14 વર્ષ પહેલા અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની કુરણ ઘટના બની હતી. રંગીન અમદાવાદ લોહીયાળ બન્યુ હતું. ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. અમદાવાદના જુદા જુદા 20 સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, મણિનગર, સિવિલ જેવા અનેક સ્થળોનો સમાવેશ થતો હતો. જ્યા લોકોની ભીડ વધારે હોય તેવા વિસ્તારોને આંતકવાદીઓએ નિશાના પર લીધા હતા. આજે પણ તે ઘટનાને નજરે જોનારા લોકો ભગવાને પ્રાર્થના કરે છે કે કયારે કોઇ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ન થાય. રડતી આંખે ઘાયલોને સારવાર માટે પહોંચાડતા લોકો આજે તે ઘટનાને યાદ કરી રડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે આંતકવાદીઓએ હોસ્પિટલોને પણ છોડ્યુ ન હતું. સિવિલના ટ્રોમા સેન્ટર અને એલજી હોસ્પિટલમાં બ્લાસ્ટ કરાયો હતો. જેના કારણે હોસ્પિયલ પણ સ્મશાન બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું. સિવિલના ટ્રોમા સેન્ટર પાસે 10 મિનિટના અંતરમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેના પગલે સિવિલમાં લોહીના ખાબોચીયા ભરાયા હતા, તો ક્યાંક રડવાનો અવાજ સાંભળવા મળતા હતા. આ ઘટનાને જોનારા મહેશ સોલંકી કહે છે કે, જયારે પણ તે દિવસને યાદ કરીએ તો આંખમાં આંસુ આવી જાય છે.


આજે પણ અમદાવાદ ભલે તે ઘટનાને ભુલીને ઉભું થઇ ગયું હોય, પરંતુ તે ઘટના અમદાવાદીઓના દિલમાં આજે પણ તાજા છે. આજે પણ આંખ ભીની થાય છે. આ ગોઝારી ઘટનામાં અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. પરંતુ આજે પણ મુત્યુ પામેલા લોકોને યાદ કરીને આંખના ખુણા ભીના થાય છે. અને તે પરિવારો ન્યાય ને ઝખી રહ્યા છે.


શાક લેવા ગયેલી પત્નીની લાશ સિવિલના લાશોના ઢગલામાં મળી હતી 
હાટકેશ્વર વિસ્તારમાં રહેતા શ્રવણભાઇ બોરેકર આજથી સાત વર્ષ પહેલા અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં તેમના પત્નીને ગુમાવ્યા હતા. તેમના પત્ની શાક લેવા માટે હાટકેશ્વર શાક બજારમાં ગયા હતા. ત્યારે બ્લાસ્ટ થતા તેમાં શ્રવણભાઇના પત્ની સુનંદાબેન મુત્યુ પામ્યા હતા. જો સાંજે 6 વાગ્યાના ગયેલા સુનંદાબેન સમય થતા ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનો નજીકના સગા વહાલાને ત્યાં શોધખોળ શરૂ કરી હતી. અંતે રાત્રે 12 વાગ્યા સુધી સુનંદાબેન ન મળતા તેમને શોધવામાં નિષ્ફળતા મેળવી ચુકેલા તેમના પરિવારજનોએ હોસ્પિટલોમાં સુનંદાબેનને શોધવાની શરુઆત કરી હતી. અંતે રાત્રે 12 વાગે મુત્યુ પામેલા સુનંદાબેનનો મૃતદેહ સિવિલમાં લાશોના ઠગલામાંથી મળ્યો હતો. આધાર સમા સુનંદાબેનની આવી અણધારી વિદાયને આજે પણ પરિવાર ભુલી શકતું નથી. ક્યારે પણ કોઇ અન્ય બોમ્બ બ્લાસ્ટની ઘટના વિશે સમાચારમાં સાંભળે તો પણ રડી પડે છે. પરિવારના લોકો આ દિવસને કાળા દિવસ તરીકે જુએ છે. કેમ કે પરિવારની મોતીની માળામાંથી એક મોતી તુટી ગયો અને માળા તૂટી ગઈ. આજે પણ તે માળા આખી બની શકી નથી. 


સંજયભાઈના શરીરમાં આજે પણ 4 છરા મોજૂદ છે 
બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે બે વાર બોમ્બનો સામનો કરનાર વ્યકિત આજે પણ તેના પગ પર ઉભો રહીને વ્યવસાય કરે છે. તેમને માત્ર એક જ આશા છે કે તમામ આરોપીઓને સખત સજા કરવામાં આવે. હાટકેશ્વર વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં 4 લોકો મુત્યુ પામ્યા હતા, તો 5 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંના એક સંજય પાસવાન આજે ફળની લારી ચલાવે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. બ્લાસ્ટમાં સંજયભાઇને એટલી હદે ગંભીર ઇજા થઇ હતી કે તેના માત્ર નિશાન નહિ, પરંતુ બ્લાસ્ટ વખતે ઉછળેલા છરા આજે પણ સંજયભાઇના શરીરમાં જ છે. સંજયભાઇના શરીરમાં 4 છરા છે. જે દર્દ સાથે સંજયભાઇ પોતાના જીવનની લારી ચલાવી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે, જો તેમના શરીરમાંથી છરા કાઢવામાં આવશે તો તે મરી જશે. માટે આજે 14 વર્ષ જેટલો સમય થયો તો પણ સંજયભાઇ છરા રૂપી બ્લાસ્ટની યાદો સાથે જીવે છે.


હાટકેશ્વરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના ઘાયલ સંજયભાઇ મોતના દ્વારે જઇને પરત આવ્યા છે. કેમ કે તેઓ જ્યારે બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા ત્યારે તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તો ત્યાં પણ એક બ્લાસ્ટ થયો હતો. પરંતુ સંજયભાઇ તેમાં પણ હેમખેમ બચી ગયા હતા. સંજયભાઇ આજે લોકોની મદદથી લાવેલી લારીથી ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે છરા સાથેની જે પરિસ્થિતમાં  જીવી રહ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે. જેનો ઉપરવાળો ભરથાર તેને કોની જરૂર હોય.