અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની એ પીડિત માતા, જેણે પતિ-દીકરાને એકસાથે ગુમાવ્યા હતા, બીજો દીકરો આજે પણ ગંભીર ઈજા સાથે જીવે છે
ahmedabad bomb blast : વર્ષ 2008 ના શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 240 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં રાજ્યના મંત્રી પ્રદીપ પરમાર પણ ઘાયલ થયા હતા
આશકા જાની/અમદાવાદ :અમદાવાદ 2008 ના સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ખાસ અદાલત ઐતિહાસિક ચુકાદો આપશે. 77 આરોપીઓ સામે કોર્ટ નિર્ણય સંભળાવશે. જેમાં આરોપીઓ માટે ફાંસી જેવી ગંભીર સજાની
પીડિતોએ કોર્ટમાં માંગ કરી છે. કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. 14 વર્ષની લાંબી લડત બાદ સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો આપશે. ત્યારે આજે પીડિતો માટે ન્યાયનો દિવસ છે. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના દિવસે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા અને અનેકના મોત થયા હતા. તો ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. એ ઘટનામાં જે લોકો ભોગ બન્યા તેના પીડિત આજે પણ એ ઘટના યાદ કરે તો કંપારી છૂટી જાય છે. એમાંના જ એક પરિવાર જે અસારવામાં રહે છે. આ પરિવારે એક બ્લાસ્ટમાં ઘરના બે પુરુષોને ગુમાવ્યા હતા. વ્યાસ પરિવારે એક સાથે જ પરિવારના બાપ અને દીકરી બંનેને ગુમાવી દીધા હતા.
વ્યાસ પરિવારના મોભી દુષ્યંતભાઈ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તે પોતાના 2 દીકરા સાથે સાઇકલ ચલાવવા ગયા હતા. ત્યારે બ્લાસ્ટની ઘટના બનતા બંને પુત્રો યશ અને રોહન સાથે બ્લાસ્ટમાં ગભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં તેમનો એક દીકરો યશ તો બચી ગયો હતો. પરતું આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, યશ વ્યાસને કાનમાં સાંભળવાની તકલીફ આજ સુધી પડી રહી છે. તેમજ શરીરમાં ગંભીર ઈજાઓના નિશાન પણ છે.
આ પણ વાંચો : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનું દર્દ આજે પણ લઈને ફરે છે પીડિતો, આજે મળશે ખરો ન્યાય
આ ગોઝારી ઘટનામાં વ્યાસ પરિવારના માથે આભ તૂટ્યું હતું. કેમ કે પિતા દુષ્યંતભાઈ અને બીજા પુત્ર રોહનનું સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. આજે પણ ગીતાબેન તે દિવસ ભૂલી શકતા નથી. જેમાં તેમના પતિ અને 11 વર્ષ દીકરા રોહનનું મોત થયું હતું. છેલ્લા 14 વર્ષથી આ કેસની ટ્રાયલ અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ચાલી છે. પીડિત વ્યાસ પરિવારને આશા છે કે આજે તેમને ન્યાય મળશે. આજે વર્ષો વીતી ચૂક્યા છે એ ગોઝારા દિવસને, પરતું જેના ઘા તો રૂઝાયા છે. પણ એ દિવસ યાદ આવતા જ ધ્રુજાવી દે તેવા દ્રશ્યો ગીતાબેનની આંખ સામે આવી જાય છે.
વર્ષ 2008 ના શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 240 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં રાજ્યના મંત્રી પ્રદીપ પરમાર પણ ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. જ્યારે કે, 1237 સાક્ષીઓને સરકારે પડતા મૂકાયા છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે. દરેક આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાંનું છે. 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણતા 347800 સ્ટેટમેન્ટ થયા હતા.