મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર આગ્રા અમદાવાદ સુપર સ્ટાર ટ્રેનના એસ-5 કોચના શૌચાલયના છુપી રીતે દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચોક્કસ બાતમીના આઘારે તપાસ કરતા આરોપી રેહાવ કુરેશી જે મૂળ અમદાવાદનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે.


નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટરની સપાટીએ, 23 દરવાજા ખોલાયા


રેલવેમાં વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરવાનો એક અનોખો કીમિયો ગુજરાતના બુટલેગરોએ શોધી કાઢ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ આગ્રા ટ્રેનના એસ-5 કોચના શૌચાલયમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 43 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે આરોપીની ધરપકડ કરી તાપસ શરૂ કરી છે.


જુઓ LIVE TV :