રાજ્યમાં દારૂની હેરાફેરી માટ બુટલેગરોની એક નવી જ તરકીબ, પણ પોલીસની નજરમાંથી બચી ન શક્યા!
અમદાવાદમાં શાકભાજીના આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિગ સેલની ટીમે રીંગ રોડ પર રેડ કરી હતી, જેમાં 1152 દારૂની બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઓઢવનો વોન્ટેડ આરોપી હરિયાણાથી દારૂની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં જીવન જરુરિયાતની વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમદાવાદમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. તો રાજકોટમાં મેડિકલ સ્ટોરના નામે ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના, જાણો હવામાન વિભાગની ઘાતક આગાહી
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં શાકભાજીના આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિગ સેલની ટીમે રીંગ રોડ પર રેડ કરી હતી, જેમાં 1152 દારૂની બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઓઢવનો વોન્ટેડ આરોપી હરિયાણાથી દારૂની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અમદાવાદથી દારૂનો જથ્થો ભાવનગર મોકલવાના હતા, ત્યારે ભાવનગર દારૂ મોકલે તે પહેલાં જ પોલીસે આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા છે. બે આરોપી સાથે 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
હોળી પહેલાં લાખો કેન્દ્રીય કર્મીઓને મળશે ભેટ, જલદી થશે પગાર વધારાની જાહેરાત
પરંતુ આ કિસ્સામાં પોલીસને કઈક અલગ જોવા મળ્યું હતું. દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો અલગ અલગ કિમીયા અજામાવતા હોયાા છે, ત્યારે આ કિસ્સામાં દારૂની હેરાફેરી માટે પણ અનોખી તરકીબ અજમાવવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રીંગ રોંગ પરથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેમાં આરોપીઓ શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. 1152 દારૂની બોટલો સાથે બે આરોપીઓને 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
'મારા ભાઈ અને એના ફ્રેન્ડે મને અડપલાં કર્યા, હું સુતી હતી ત્યારે અચાનક રૂમમાં આવીને'