Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : પ્રેમ પ્રકરણમાં એક યુવકે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા પ્રેમિકાના પરિવાજનોના માનસિક ત્રાસને લઈ બનાવ્યો વિડીયો..પ્રેમિકા ની સગાઈ થઈ જતા મનમાં લાગી આવતા યુવકે કર્યો આપઘાત ..વાડજ પોલીસે ચાર લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોવા મળતા યુવક પ્રકાશ વાઘેલા એ પ્રેમિકાને નહિ પામી શકતા અંતિમ વિડીયો બનાવી જીવન ટુંકાવ્યું. ઘટના કઈક એવી છે કે વાડજમાં રહેતા પ્રકાશ વાઘેલા ને પાડોશમાં રહેતી યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષ થી પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવતીના પરિવારજનો પ્રેમ સંબંધ નહિ સ્વીકારીને યુવકને માનસિક ત્રાસ આપી ધમકી આપી હતી અને યુવતીની અન્ય યુવક સાથે સગાઈ કરી દીધી હતી. જેથી પ્રેમિકાને ગુમાવવાનો ડર અને ધમકીથી કંટાળીને યુવકે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો. પોતાના દીકરાના મોતથી માતા અને ભાઈએ ન્યાયની માંગ કરી છે અને પ્રેમનો વિરોધ કરનારા લોકોને સજા મળશે તેવી ન્યાયતંત્ર પર આશા વ્યક્ત કરી છે.]


મળી ગયું ગુજરાતીઓના વારંવાર થાઈલેન્ડ જવાનું કારણ, જાણીને હક્કા બક્કા રહી જશો


મૃતક પ્રકાશ વાઘેલા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે વર્ષ પહેલાં પ્રકાશ અને પાડોશમાં રહેતી યુવતીના પ્રેમ સંબંધની જાણ પરિવારને થઈ હતી જેથી બન્ને પરિવારો વચ્ચે અવારનવાર પ્રેમ સંબંધ મામલે ઝઘડા થતાં હતા. પ્રકાશના પરિવારજનો પ્રેમ લગ્ન કરાવવા માટે યુવતીના પરિવારજનોને પ્રસ્તાવ મોકલ્યો હતો. એક જ સમાજના હોવાના કારણે પ્રેમી યુગલોના લગ્ન કરાવી દેવાની આજીજી કરવામાં આવી હતી. પરંતુ યુવતીના પરિવારે યુવતીને મારી નાખીશું પણ લગ્ન નહીં કરાવી એ તેવી ધમકી આપી હતી. બે મહિના પહેલા જ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતા યુવક પ્રકાશ માનસિક રીતે ના ભાંગી પડ્યો હતો અને સતત તણાવમાં રહેતા હતો. 24 માર્ચના રોજ પણ યુવક રીક્ષા લઈને ઘરે થી નીકળ્યો હતો અને કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો. આપઘાત પહેલા તેણે પોતાની પ્રેમિકાના પરિવારજનો અત્યાચારનો વીડિયો બનાવ્યો હતો. જે અંતિમ વીડિયોમાં યુવતીના પરિવારજનોને માનસિક ત્રાસથી આ પગલું ભરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો..


દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું, જગત જમાદાર અમેરિકા માટે લડશે


પોલીસે મૃતકના અંતિમ વીડિયોમાં કરેલા આક્ષેપને લઈને યુવતીના માતા, કાકા, કાકી અને એક મહિલા વિરુદ્ધ વાડજ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.