ગૌરવ પટેલ, અમદાવાદ: ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે પણ દિવસે દિવસે ખેતી કરતા ખેડૂતોની સંખ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના મોંઘા ખાતર બિયારણ અને સિંચાઇના પાણી જેવા અનેક કારણો છે. બીજુ મહત્વનું કારણ છે મજૂર. ખેત મજૂરના મળવાના લીધે ઘણા વિસ્તારોમાં ખેતી ઓછી થઇ છે ત્યારે અમદાવાદના એક યુવકે ઓછા વ્યક્તિથી ખેતીના ઘણા કામ ઝડપી થાય તેવા ઓઝાર બનાવ્યા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજ્જુ મહિલા ડોક્ટરે બનાવી અનોખી લિપસ્ટિક, સુંદરતા સાથે રાખશે સ્વાસ્થ્યનું ધ્યાન


આ નાના એવા કારખાનામાં ખેતીના કામ ઝડપથી અને ઓછી શારીરીક શક્તિ થાય તેવા ઓઝાર બને છે. અને તે ઓઝાર મનન પટેલ નામનો નવયુવાન બનાવે છે, મનન પટેલ મિકેનિકલ ઇજનેર છે અને અભ્યાસ બાદ તેને પોતાની જ કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી હતી. આ દરમિયાન તેના ધ્યાને મુદ્દો આવ્યો કે આજે જમીનના નાના નાના ટુકડા થઇ રહ્યા છે, ખેડૂતો ખેતી કરવાનું ટાળી રહ્યા છે. ખેતી માટે મજૂરોની પણ મુશ્કેલી છે અને ખેડૂતોએ ખેતી કરવા માટે વધુ ખર્ચા થઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલી કઇ રીતે દુર કરવી  તે વિચારે મનનને ખેતીના આધુનિક ઓઝારનું સંશોધન કરવા પ્રેર્યો છેવટે તેણે પોતાના મિત્ર અન્જીલ જૈન સાથે મળી ખેતીના આધુનિક ઓઝારા બનાવવાની શરૂઆત કરી.


દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે


મનન અને તેના મિત્રએ તૈયાર કરેલા ઓઝારોમાં કોઇ પણ પ્રકારના ફ્યુઅલ કે વિજળીના ઉપયોગ થતો ન હોવાથી તે સસ્ટેનેબલ છે. વળી ઓઝારોમાં કોઇ પણ પ્રકારનું ઘસાણ ન હોવાથી મેન્ટેન્સની જરૂર પડતી નથી. ભારતના લગભગ તમામ રાજ્યના સુધી તેમના આ ટુલ્સ પહોચ્યા છે અને તેઓ વિદેશમાં પણ ટૂલ્સ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. આનંદની વાત એ છે કે અન્ન પેદા કરતા ખેડૂતને આનંદિત કરતુ કાર્ય બે યુવાનોએ કર્યુ છે.