Budget 2023 અર્પણ કાયદાવાલા/અમદાવાદ : મોંઘવારીના માર બાદ વધુ એક માર ગુજરાતના નાગરિકો પર પડવા જઈ રહ્યો છે. ગુજરાતના બજેટ પહેલા વિવિધ શહેરોના મ્યુનિસિપલ બજેટ રજૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ અને સુરતના નાગરિકો પર બોજો ઝીંકાયો છે. અમદાવાદ અને સુરતનું મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. જેમાં 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્કત વેરામાં વધારો કરાયો છે. તો બીજી તરફ, સુરત મનપાએ વેરામાં વધારો કર્યો છે. સુરતમાં પહેલા 10 રૂપિયા હતો તે વધારી ને 14 રૂપિયા કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મિલકત વેરો કેટલો વધ્યો
મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટ ની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરના ડ્રાફ્ટ બજેટ મામલે અત્યંત મોટા અને ઝટકો લાગે તેવા સમાચાર એ છે કે, 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્કત વેરામાં વધારો કરાયો છે. રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 7 નો વધારો કરી 23 રૂ કરાયા છે. કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 9 નો વધારો કરી રૂ 37 કરાયા છે. જોકે, પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો નથી. 



સુરતમાં મિલકત વેરો કેટલો વધ્યો
અમદાવાદની જેમ સુરત મનપાએ પણ વેરામાં વધારો ઝીંક્યો છે. પહેલા 10 રૂપિયા હતો તે વધારી ને 14 રૂપિયા કરવામાં આવ્યો છે. એરિયાવાઇસ અને સ્કવેર ફૂટ પર વેરો લેવામાં આવે છે. ત્યારે આ નિર્ણયથી સુરત મનપાને 300 કરોડ રૂપિયાની વેરાની આવક વધશે. સુરત મનપાએ 12 વર્ષના અંતરાલ બાદ વેરામાં વધારો કર્યો છે. 


સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો વધારવામાં આવ્યો છે કુલ મળીને ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડ જેટલો વેરો સુરતી ઉપર ઝીંકવામાં આવશે.રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4 નો વધારો બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ 152.18 કરોડ.યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. 148.66 કરોડ. 7 વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ.Surat City Electric Vehicle Policy – 2021 અંતર્ગત ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં ૭૫% ની રાહત.નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડની માતબર જોગવાઈ કરાઈ કરવામાં આવ્યું છે. મેસેજ કરીને નવા વેસ્ટ કરેલા વિસ્તારની અંદર પાણી અને રોડ અને વીજળીને સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે સુરેશ શહેરના નવા સીમાનકાળ કરાયેલા વિસ્તારોમાં હજી સુધી કોઈ મોટા સુવિધા ના કામ પૂર્ણ થયા નથી પરંતુ વર્ષ 202324 માં કામને ઝડપથી આગળ વધારવા માટેની કામગીરી કરવામાં આવશે.સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટ ની પાછળ 3519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાવ્યો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતો લોકોને સુવિધાઓને ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવેલ અને ફ્રેન્ચ વેલની ઝડપથી કરવામાં આવશે ને કામગીરી પણ કરવામાં આવશે. સુરત શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યું છે