જાવેદ સૈયદ/અમદાવાદ: શહેર પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેર નામું બહાર પાડ્યું હતું. જેમાં મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેનિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે તે રૂમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે જેને લઈને સેટેલાઇટ પોલીસે એસજી હાઇવે નજીક આવેલા મોલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 માર્ચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ક્રોસવલ્ડ નામના મોલમાં સગીરાનો વિડિઓ ઉતારવાની ઘટનામાં પોલીસે જેતે સમયે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈને શહેર પોલીસ કમિશનરે દરેક મોલમાં મહિલાઓની સુરક્ષા માટે મોલ માલિકોને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને આજે સેટેલાઇટ પોલીસે ઓસિયા મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું.


ઇતિહાસમાં પ્રથમવાર AMCની પ્રોપટી ટેક્સની આવક કરોડોને પાર


પોલીસે ખાસ મહિલાઓના ચેન્જિંગ રૂમમાં ચેકીંગ કર્યું હતું. જેમાં કોઈ કેમેરા લગાવામાં આવ્યા છે કે, નહીં મહિલાઓ ચેંજિંગ રૂમના દરવાજાની ઉપર કે નીચે કોઈ જગ્યા નથીને ખાસતો મહિલાઓ પોતાના કપડાં ચેન્જ કરવા જાય ત્યારે બહાર મહિલા ગાર્ડ રાખવામાં આવ્યા છે કે નહીં પોલીસે મોલમાં ચેકીંગ કરીને મોલના મેનેજર સહિત લોકોને જરૂરી સૂચના આપી હતી.



પોલીસના ચેકીંગથી મોલમાં હાજર ગ્રાહક મહિલાઓને યુવતીઓ એક પ્રકારનો સાલમતીનો અહેસાસ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું ચેકીંગ આવનાર સમયમાં યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.