ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતું અમદાવાદ હવે પર્યટન સ્થળ બની ગયું છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં બનેલા નવા નવા આકર્ષણો દેશ જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષી રહ્યા છે. શહેરનું એક નવું નજરાણું એટલે અટલ બ્રિજ...બ્રિજ બન્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરીએ હોય કે અધધ પ્રવાસીઓ તેની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ પર આ અદભૂત નજરાણું મુલાકાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રશિયાના 200 બિઝનેસમેનો આવશે, આ મોટા મહેમાનો સાથે PMની દેખાશે ખાસ જુગલબંધી


વર્ષો જુનું આપણું અમદાવાદ અને અત્યારના અમદાવાદમાં ઘણો ફરક આવી ગયો છે. સાબરમતી નદી કાંઠે વસેલું ગુજરાતનું હ્રદય કહેવાતું આ શહેર હવે પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષી રહ્યું છે. જે સાબરમતી નદીને પહેલા કોઈ જોવાનું પણ પસંદ કરતું નહતું, તે નદી પર હવે રોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નદી પર બનેલો રિવરફ્રન્ટ પર્યટકોને ખેંચીને લાવી રહ્યો છે અને તેમાં પણ જ્યારે અટલ બ્રિજનું નજરાણું મળ્યું ત્યારથી તો જાણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.  અત્યારે અટલ બ્રિજ અમદાવાદની ઓળખ બની ગયો છે. 


‘ડંકી ફ્લાઈટ’નું ખૂલી ગયું રહસ્ય! આ ગુજરાતીએ જાહેર કરી દીધો ડેન્ઝર પ્લાન


સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. પણ તે 9 બ્રિજ સિવાય જે અટલ બ્રિજ બન્યો તે સૌથી અલગ તરી આવે છે. પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થતો ફૂટ ઓવર બ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડે છે. જે વિદેશોમાં જોવા મળતા બ્રિજ જેવો જ છે. આ બ્રિજની ખાસિયત જ તેને અન્ય બ્રિજ કરતા અલગ પાડે છે. તેથી જ રોજ હજારો લોકો અટલ બ્રિજની મુલાકાત લે છે. જ્યાં કોઈ એકલા આવે છે તો કોઈ પરિવાર સાથે. તો કોઈ મિત્રોના ગ્રુપ સાથે ઉમટી પડે છે. સાબરમતી નદી પરના આ અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણી શકાય છે. અટલ બ્રિજ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 16 મહિનામાં 43 લાખ લોકોએ તેની મુલાકાત લીધી છે. જેમાં રોજ 9 હજાર લોકો મુલાકાત લે છે. પ્રવાસીઓના ધસારાને કારણે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને 12 કરોડથી વધુની આવક થઈ છે. 


રામ મંદિરની આ વાત સાંભળી દુખી થયા રામાયણની સીતા, પ્રધાનમંત્રી સામે વ્યક્ત કર્યું દુખ


  • અટલ બ્રિજ પર કેટલા પ્રવાસી ઉમટ્યા? 

  • 16 મહિનામાં 43 લાખ લોકોએ લીધી મુલાકાત

  • રોજ 9 હજાર લોકો લે છે મુલાકાત 

  • રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને 12 કરોડથી વધુની આવક 


એક નજર શહેરના આ નજરાણાની વિશેષતાઓ પર પણ કરીએ લઈએ, તો 2018માં શરૂ કરાયું ફૂટ ઓવર બ્રિજનું કામ,79.29 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ, લંબાઈ 300 મીટર જ્યારે પહોળાઈ 10થી 14 મીટર, 2600 મેટ્રિક ટન લોખંડથી થયો છે તૈયાર, કાઇટ ફેસ્ટિવલની ડિઝાઈનનો અપાયે છે શેપ, કલર ચેન્જ થઈ શકે તેવી LED લાઈટ્સ, બ્રિજ પર છે ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ, ફ્લોરિંગના કાચ પરથી માણી શકાય છે નદીનો નજારો, આગામી 50 વર્ષને ધ્યાને રાખી બ્રિજ બનાવાયો છે.


Jio એ ફરી શરૂ કર્યો Free Internet, Call નો ઓપ્શન, એક નંબર સાથે મળશે 3 નંબર ફ્રી


અટલ બ્રિજની માફક જ શહેરીજનો માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર ફ્લાવર શો પણ બન્યો છે. ફ્લાવર શોની વિશેષતાઓ વિશ્વના ધનાઢ્ય દેશના ફ્લાવર શો કરતા પણ વિશેષ છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને કારણે તંત્રને મોટી આવક થઈ રહી છે. અમદાવાદ તેની જૂની ઓળખ ભૂલાવી એક નવી ઓળખ મેળવી રહ્યું છે. રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર શો સહિતના નજરાણાઓ શહેરીજનોની સાથે સાથે બહારના પ્રવાસીઓને પણ આકર્ષી રહ્યા છે. જે અમદાવાદ અને ગુજરાતના અર્થતંત્ર માટે ખુબ જ સારી વાત છે.