Ahmedabad Accident આશ્કા જાની/અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ જામીન માટે અરજી કરી હતી, જેના પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલને કોર્ટ લાવવામાં આવ્યો છે. આજની સુનાવણીમાં કેસ સેશન્સ કમિટ થયો છે. ત્યારે પ્રગ્નેશ પટેલનાની મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી વચગાળાની જામીન અરજી પર સુનવણી થઈ હતી. આરોપીના વકીલે કોર્ટમાં મોઢાના કેન્સલની સારવાર માટે વચગાળાની રાહત આપવા રજુઆત કરી હતી. પરંતું બીજી તરફ, કોર્ટે પ્રગ્નેશ પટેલના વકીલને ટકોર કરતા કહ્યું કે, આ વિશે અગાઉ જાણ કેમ ના કરી. મેડિકલ ડોક્યુમેન્ટ સાથે આવો. હવે 17 ઓગસ્ટે મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રજુઆત કરવા કોર્ટે આદેશ કર્યો છે. સાથે જ સારવારના તમામ દસ્તાવેજી પુરાવા સાથે રજુઆત કરવા અને સરકારને દસ્તાવેજોની નકલ આપવા આદેશ કર્યો છે. હવે વધુ સુનવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટમાં લાવવામાં આવે તે પહેલાં જ કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો મામલે ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ કમિટ થયો છે. તથ્ય પટેલનો કેસ સેશન્સ કમિટ થયો છે. હવે આગામી દિવસમાં તથ્ય સામે ચાર્જફ્રેમ થશે. હવે પછી 24 ઓગસ્ટે બંનેને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેશે અને બંને સામે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


આરોપી પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર કોર્ટમાં સુનવણી દરમિયાન બન્ને પક્ષના વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાની જામીન અરજી આપવા માંગ કરાઈ હતી. પરંતુ આ બાબતે સરકારી વકીલ દ્વારા વિરોધ કરાયો હતો. મેડિકલ રિપોર્ટ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂ કર્યા હતા. સાથે જ પ્રજ્ઞેશ પટેલન નિયમિત સારવારની જરૂર હોવાથી રાહત આપવા કોર્ટમાં વકીલે માંગ કરી. હતી. 


તો બીજી તરફ, સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, જો આરોપી જામીન મુક્ત થશે તો ફરીથી ગુનો કરશે. ગુનાહિત આરોપીને ટેવ હોવાથી જામીન ન આપી શકાય. આવી ગંભીર રજુઆત હોવા છતાં અગાઉ જાણ કેમ ના કરી. પાછળના કેટલાક સમયથી પ્રજ્ઞેશની ટ્રીટમેન્ટ થઈ નથી. પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત માનસિકતા ધરાવે છે. આવી ગંભીર બીમારી વિશે પ્રેજ્ઞેશે અગાઉ જણાવ્યું નથી. તેને લોકો સાથે ઝઘડો કરીને ગાળો બોલી છે. જો પ્રજ્ઞેશને જામીન મળશે તો તે પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે


સુનાવણીમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને ઘણા સમયથી કેન્સરની બીમારી છે. મુંબઈની હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળો પણ છે. તેની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે. તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. પ્રજ્ઞેશના વકીલે કહ્યું કે, જો ઈલાજ છૂટી જશે તો બીમારી વધવાની શક્યતા છે.


આરોપી તથ્ય પટેલ અને પ્રગ્નેશ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસ જાપતામાં બંને આરોપીઓને લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં 15 મિનિટ વકીલ સાથે બંને આરોપીઓએ વાતચીત કરી હતી.