ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચેન સ્નેચિંગનો તરખાટ મચાવનાર આરોપી હવે પોલીસના હાથે લાગ્યો છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા જે સાંભળી પોલીસના પણ હોશ ઉડી ગયા છે. આરોપીએ એક બે નહીં પરંતુ 103 ચેન સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી છે. જેમાંથી 55 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે આ ગેંગના ફરાર અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના મણિનગર પોલીસની સમીરઉદ્દીન ઉર્ફે ટચટ બોન્ડ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી કાલુપુર વિસ્તારનો રહેવાસી છે. પરંતુ તેણે અમદાવાદના તમામ વિસ્તારોમાં ચેન સ્નેચિંગને અંજામ આપ્યો છે. આરોપી મોર્નિંગ વોક તથા મંદિરે જતી મહિલાઓને ટાર્ગેટ કરતો આરોપીની સાથે તેનો એક મિત્ર અબ્બાસ શેખ પણ હતો. જેનું અકસ્માત થતાં મોત નિપજ્યું હતું, સમીરના સાગરીતનું મોત થતાં સમીર છેલ્લા છ મહિનાથી એકલો ચેઈનસ્નેચીંગના ગુનાને અંજામ આપતો અને ફરાર થઈ જતો હતો. જેની પોલીસે લાંબા સમય બાદ ધરપકડ કરી છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28 અને 29મી ઓગષ્ટે આવશે ગુજરાતના પ્રવાસે


સમીરની ધરપકડ કરી પોલીસે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, ઝડપાયેલ સમીરઉદ્દીન શેખ પ્રથમ વખત પોલીસના સંકજામાં ઝડપાયો છે. ઝડપાયેલા આરોપી સમીરને પૂછપરછ કરતા તેની આગવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં સમીર અને તેનો મિત્ર ચેન સ્નેચીગ કરવા જતા પહેલા બાઈકના નંબર પ્લેટ હટાવતા હતા. પોતાની ઓળખ ન થાય તે પ્રમાણેના કપડાં પહેરતા અને ચેન સ્નેચિંગ કર્યા બાદ કપડા બદલી બાઈક નંબર પ્લેટ પર લગાવી દેતા હતા. આમ પોલીસ ગેરમાર્ગે દોરાતી અને આરોપી ફરાર થઈ જતા હતા.


અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ


ચેન સ્નેચીંગ કરવા માટે સ્પોટ્સ બાઇકનો ઉપયોગ કરતા હતા. સાથે જ પોલીસ તપાસ કરતા આરોપી એમ.ડી ડ્રગ્સનો વ્યસ્ન કરતો હોવાથી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતો હતો. એટલુ જ નહિ ચેઇન સ્નેચિંગ કર્યા પૈસાનો મોજાશોખ કરતો હતો. ત્યારે મણીનગર પોલીસને આંશકા છે કે, આરોપી હજી અનેક ચેઇન સ્નેચિંગ ગુના ભેદ ઉકેલી શકે છે.


મહત્વનું છે કે, ચેન સ્નેચિંગ કર્યા બાદ સમીર જે આરોપીને સોનાનો મુદ્દામાલ આપતો હતો. તે આરોપી શહેઝાદની પણ ક્રાઇમ બ્રાન્ચે પાસા કરી છે. પરંતુ હવે ચોરીનો મુદ્દામાલ સહેજાદનો છોકરો અને તેના ભાઈનો પુત્ર ખરીદતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બિલાલ અને એક સગીરની શોધખોળ હાથ ધરી છે. 


જુઓ LIVE TV :