Ahmedabad Chandola Lake Controvery : આજે ગુજરાત વિધાનસભાના સત્રમાં અમદાવાદના વિવાદિત ચંડોળા તળાવ મુદ્દો ગાજ્યો હતો. વિધાનસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, ચંડોળાતળાવનો કબજો રાજ્ય સરકાર લેશે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે આ જવાબ રજૂ કર્યો. સાથે જ કહ્યું કે, ચંડોળ તળાવ સિંચાઈ હસ્તકનું હોઈ અસરગ્રસ્તોની વિગત મેળવી તેનો કબ્જો લેવાશે. આ સાથે જ ચંડોળા તળાવમા હાલ રહેણાંક, વાણિજ્યિક અને ધાર્મિક દબાણો હોવાનો સરકારે સ્વીકાર કર્યો. આમ, અમદાવાદના ચંડોળા તળાવ મામલે રાજ્ય સરકાર અને AMCની એકબીજાને ખો આપી રહ્યાં છે. જુલાઈ 2015 માં સરકારે કબજો સોંપ્યા છતાં AMC એ હજુ સુધી કબજો સંભાળ્યો નથી. ચંડોળા તળાવ માલિકી હક બાબતે ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરના ચંડોળા તળાવની માલિકીનો વિવાદ યથાવત છે. ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં ચંડોળા તળાવમાં થયેલા વિવિધ દબાણોનો મુદ્દો ઉઠ્યો છે. દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકારી દબાણક થયાની વાત સ્વીકારી છે. ચંડોળા તળાવ માલિકી હક બાબતે ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી. વિધાનસભામાં રાજ્ય સરકારે કહ્યું છે કે, અમે ચંડોળા તળાવનો કબજો લઈ લઈશું. કારણે ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણ થયું છે. સરકારે ચંડોળામાં દબાણ થયું હોવાની વાત સ્વાકારી. પરંતુ તેનાથી પણ મહત્વની વાત તો એ છે કે ચંડોળા તળાવની માલિકી હક બાબતે વિવાદ ચાલી રહ્યું છે. 


ચંડોળા તળાવની માલિકી હક બાબતે જે વિવાદ ચાલી રહ્યું છે તેની એક્સકલુઝિવ માહિતી ZEE 24 કલાક પાસે છે. ZEE 24 કલાક પાસે સૌથી મોટી અને એક્સકલુઝિવ માહિતી એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજ દિવસ સુધી સત્તાવાર રીતે ચંડોળા તળાવનો કબજો લીધો જ નથી. જીં. હાં...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજ દિવસ સુધી સત્તાવાર રીતે ચંડોળા તળાવનો કબજો લીધો જ નથી. સિંચાઈ વિભાગે 6 ફેબ્રુઆરી 2023ના પોતાના પત્રમાં લખ્યું છે કે અમે ચંડોળા તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધુ છે. 


તો બીજી બાજુ સિંચાઈ વિભાગે પત્રમાં લખ્યું છે કે ચંડોળા તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દેવાયું હોવાથી AMC સંબંધિત વિષયની કોઈપણ મંજૂરી અમારી પાસે માંગવી નહીં. જુલાઈ 2015માં સરકારના સિંચાઈ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચંડોળા તળાવનો કબજો સોંપી દીધો હતો. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી સત્તાવાર રીતે ચંડોળા તળાવનો કબજો લીધો જ નથી. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને AMC એકબીજાને ખો આપવાની રમત રમી રહી છે.


વિધાનસભામા રાજ્ય સરકારનો લેખિત જવાબ સામે ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, અમદાવાદમાં સૌથી મોટું તળાવ ચંડોળા તળાવ છે. ચંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે. અમદાવાદના તમામ તળાવો વિકસિત કર્યા છે તો ચંડોળા તળાવ કેમ નહિ. ચંડોળા તળાવ માટે રૂ. 1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. સરકારે ચંડોળા તળાવ હજુ AMCને સોંપ્યું નથી. ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણ થઈ ગયું છે. જે લોકો ત્યાં રહે છે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.