અમદાવાદ : ગુજરાતમાં અને ખાસ કરીને ચાર મહાનગરોમાં કોરોના ખુબ જ વકરી રહ્યો છે. તેવામાં સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં સુરત અને અમદાવાદમાં કોરોનાની ખુબ જ સ્ફોટક સ્થિતી છે. તેવામાં શહેર તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટેના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરના રહેવાસીઓએ પરત આવતી વખતે આરટીપીસીઆર ટેસ્ટ દેખાડવાની જરૂર નહી રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: પોલીસ પર હુમલો કરનારા માથાભારે શખ્સને પોલીસે જાહેરમાં કરી સરભરા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવા, કોરોના વાયરસ વેક્સિનેશન, ટેસ્ટિંગનું મોટુ પ્રમાણ અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે બહારના રાજ્યમાંથી આવનારા લોકો સંક્રમિત હોવાની સાથે સુપર સ્પ્રેડર પણ સાબિત થઇ રહ્યા છે. જેથી હવે આ તમામ નાગરિકોનાં RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ ફરજીયાત માંગવામાં આવતો હોય છે.આ અંગે તંત્ર દ્વારા અધિકારીક રીતે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. 


પુરુષનું લિંગ કેટલું જાડું કે લાંબું હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ? જાણો ડોક્ટર શું કહે છે?


અમદાવાદ શહેરનાં રહેવાસી હોય કે તેઓ રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓને શહેરમાં પરત આવવું હોય તો RT-PCR ટેસ્ટ નહી કરાવ્યો હોય તો પણ ચાલશે. તેના માટે અમદાવાદ શહેરના રહેવાસીએ પોતે શહેરમાં રહે છે તે માટે આધારકાર્ડ દેખાડવું ફરજીયાત રહેશે. જો કે જેઓ અમદાવાદના નથી અને બહારના રાજ્યમાંથી પ્રવાસ કરીને આવી રહ્યા છે તેમણે પોતાનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજુ કરવો ફરજીયાત રહેશે. આ નિર્ણય આજ મધરાતથી એટલે કે 06/04/2021 થી લાગુ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube