AHMEDABAD: શહેરીજનોની નવરાત્રી નહી બગડે, સરકારી ઘડની કાઢ્યો છે માસ્ટરપ્લાન
શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહીનાના અંત સુધીમાં એટલેકે એપ્રિલ માસના અંતમા 20 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં 4 લાખથી વધુ લોકો રસી લઇ ચુકયા છે,ત્યારે આ મહિનામાં બીજા 16 લાખ લોકો નું વેક્સીનેશન સાથે કોર્પોરેશન 20 લાખ નો ટાર્ગેટ પૂરો કરી શકશે કે કેમ તે તો મહીના પછી ખબર પડશે.
મૌલિક ધામેચા /અમદાવાદ : શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહીનાના અંત સુધીમાં એટલેકે એપ્રિલ માસના અંતમા 20 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં 4 લાખથી વધુ લોકો રસી લઇ ચુકયા છે,ત્યારે આ મહિનામાં બીજા 16 લાખ લોકો નું વેક્સીનેશન સાથે કોર્પોરેશન 20 લાખ નો ટાર્ગેટ પૂરો કરી શકશે કે કેમ તે તો મહીના પછી ખબર પડશે.
અડધુ સુરત જે મુદ્દે પિડાઇ રહ્યું છે તે લૂંટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે, પોલીસ પણ દોડતી થઇ
બીજી તરફ આ કાર્ય માટે કોર્પોરેટરો તેમના વિસ્તારમા પ્રચાર કરી રહ્યા છે કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલ નો સાથે સરકારી બેડના MOU કરવા કે નહીં તે અંગે સરકાર સાથે ચર્ચા ચાલતી હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું.ચેરમેનનુ કહેવું હતું કે હાલ જે કે કેસો આવી રહ્યા છે તેમા મોટાભાગના લોકોને હોમ કોરન્ટાઇન કરવામા આવે છે.આમ તંત્ર હાલ સરકારી બેડ વધારવાના મુડમા હોય તેમ લાગતુ નથી.
લવજેહાદ અંગેનો કાયદો ગુજરાતમાં સર્વાનુમતે પસાર, પહેલા ગાય બચાવી હવે દિકરીઓ બચાવીશું
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિન સમગ્ર ગુજરાત માટે મહત્વનું છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતીઓ માટે તમામ તહેવારો દોહ્લા બન્યા છે. કોઇને કોઇ પ્રકારે દરેક માટે તહેવારો બંધનમાં ઉજવવા મુશ્કેલ પડી રહ્યા છે. ન તો પરિવારના લોકો એકત્ર થઇ શકે છે. ન તો બીજી તરફ સારી રીતે ઉજવણી થઇ શકે છે. જેના કારણે નાગરિકો પણ ખુબ જ કંટાળ્યા છે. તેવામાં વેક્સિનેશન પર ભાર આપવો જરૂરી છે. આ ઉપરાંત રાજ્યમાં પણ કોરોનાની સ્થિતી ખુબ જ વકરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube