અમદાવાદ : શહેરમાં રોડ રસ્તાની હાલત ચોમાસામાં ખૂબ જ ખરાબ થઈ ચુકી હતી. સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાની પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ હતી. ઠેર ઠેર નાગરિકો પરેશઆન હતા જેના કારણે માર્ગ અને વાહનવ્યવહાર મંત્રીએ હેલ્પલાઇન શરૂ કરવી પડી હતી. ઠેર ઠેર ખાડા અને રસ્તાઓ બેસી જવાની ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસા બાદ અમદાવાદ શહેરમાં નવા રસ્તાઓ બનાવવાની તેમજ રિસરફેસની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરજોશમાં કરવામાં ચાલી રહી છે. શહેરમાં 60 મીટરથી મોટા કુલ 108 રોડ બનશે. જેના માટે રૂ.452.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના અનુસાર તેમણે જણાવ્યું કે, ચોમાસામાં શહેરમાં વરસાદ બંધ થયા બાદ રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસ તેમજ નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 


જેમાં વર્ષ 2021-22માં રોડ પ્રોજેકટમાં શહેરના સાતેય ઝોનમાં 60 મીટરથી મોટા કુલ 108 રોડ બનશે. જેના માટે રૂ.452.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 1 નવેમ્બર સુધીમાં 27 જેટલા રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી ચુકી છે. 32 જેટલા રોડની કામગીરી અત્યારે કરવામાં ચાલી રહી છે. 49 જેટલા રોડ બનાવવાનું આયોજન છે. આમ કુલ 1.33 લાખ મીટર રોડની કામગીરી હાથ પર છે.


પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 25 રોડની કામગીરી કરવામાં આવશે. જેમાં 16 રોડ નવા બનાવવામાં આવશે. રૂ. 452.42 કરોડમાંથી માત્ર ગોતા, ચાંદલોડિયા, જગતપુર, બોપલ-આંબલી, સોલા સહિતના વિસ્તારોમાં રૂ. 106 કરોડના ખર્ચે 21 રોડ બનાવાશે. શહેરના કોટ વિસ્તારમાં પણ નવા 6 રોડ રૂ. 15.71 કરોડના ખર્ચે બનાવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube