ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે લોકસભાની ચૂંટણીને લઈને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનામાં સામેલ 3 હજારથી વધુ આરોપીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?


અમદાવાદ શહેર માં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં છેલા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી ફરાર ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરા તનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા કુલ 50 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 


શું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ? દબંગ નેતાનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટનો વીડિયો વાય


ગુજરાત રાજ્ય અને આંતર રાજ્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ 38 ટીમો કામે લાગી છે. તેવામાં અત્યાર સુધીમાં ફરાર હોય તેવા 12 આરોપીઓના મોત થયા છે અને 16 જેટલા આરોપીઓ જેલમાં છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ તો છેલ્લા 34 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે. 


ગજવી મૂકે તેવી અંબાલાલ પટેલની ભયાનક આગાહી! આ 7 જિલ્લામાં ચોમાસા જેવો વરસાદ થશે!


ખાસ કરીને લોકસભાની ચુંટણી માં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે.