ઉદય રંજન/અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં રહેતી અને ધો.10માં ધોરણમાં ભણતી સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની તબિયત બગડતા તેને સારવાર માટે લઇ જવાઇ હતી. ત્યારે ડોક્ટરે સગીરાને ગર્ભ હોવાનો અભિપ્રાય આપતા પોલીસને જાણ કરાઇ હતી. સોલા પોલીસે આ મામલે બે આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપી ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન


ઘટનાની વાત કરીએ તો મુળ રાજસ્થાનની 14 વર્ષની સગીરા ધો.10માં અભ્યાસ કરે છે. તાજેતરમાં સગીરાને અશક્તિની સાથે બેચેની જેવુ લાગતુ હતુ અને પેટમાં દુખાવો થતો હતો. જેથી તેના માતા પિતા તેને સોલા સિવિલ લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપાસ કરતા સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યુ હતું. ડોક્ટરની આ વાત સાંભળતા જ માતા પિતાના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. જો કે બાદમાં સગીરાની પૂછપરછ કરતા તેમણે સોલા ગામમાં રહેતા એક શખ્સ સાથે બે ત્રણ વર્ષથી સંબંધ હોવાની કબૂલાત કરી હતી.


ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી


આરોપીએ સોલામાં આવેલી પ્રાથમિક શાળા પાસે સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ તેના સાગરિતને બોલાવીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા સોલા પોલીસે ભાવેશ ઠાકોર અને જીગર ઠાકોર નામના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને જેમાં જીગર ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે.


ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું પૂર