ઝી બ્યુરો/અમદાવાદ: એસજી હાઈ-વે પર નિશ્ચિત સમય માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. SG હાઈવે પર સવારે 8થી રાતે 2 સુધી ભારે વાહનોનો પ્રવેશ બંધ કરાવ્યો છે. જી હા...12 ઓક્ટોમ્બર સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક


હાલમાં નવરાત્રિનો માહોલ છે ત્યારે બેરોકટોક પ્રવેશ કરતાં ભારે વાહનોના કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ગંભીર અકસ્માતનું જોખમ ટાળવા શહેર પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વાહનો પરના પ્રતિબંધ હોવા છતાં નિયમનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રતિબંધ છતાં દિવસ દરમ્યાન ભારે વાહનોની અવર-જવર જોવા મળે છે.


હરિયાણાના ચોંકાવનારા પરિણામો વચ્ચે દેશમાં હડકંપ! ઠપ થઈ આ સોશિયલ મીડિયા એપ, ધડાધડ Log


મહત્વનું છે કે સામાન્ય રીતે ભારે વાહનોને હાઈવે પર અને શહેરની હદમાં મોડી રાતે પ્રવેશની મંજૂરી મળી છે. વાહનો રાત્રે 11 વાગ્યા બાદ અને સવારે 8 વાગ્યા સુધીમાં જ શહેરમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ નવું જાહેરનામું બાદ 12 ઓક્ટોબર સુધી સવારે 8થી રાત્રે 2 સુધી ભારે વાહનો પર પ્રવેશ નિષેધ બનાવ્યો છે.


મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?


 શહેરની હદમાં તમામ રસ્તાઓ અને દિવસ અને રાતે ધમધમતો એવા એસજી હાઈવે પર દિવસ દરમ્યાન ભારે વાહનો પ્રવેશી રહ્યા છે. ટ્રાફિક નિયમ મુજબ તમામ રસ્તા પર સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે તેમજ અતિભારે વાહનો એટલે કે દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે.


આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 માં બદલાયા સેમિફાઇનલના સમીકરણો