મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદમાં વધતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાં અનુસાર જાણો કોને મળી છૂટછાટ મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- GUJARAT CORONA UPDATE: નવા 1420 દર્દી, 1040 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત


આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોઇપણ રહેવાશી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. તેમજ વાહનોની અવર જવર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લગ્ન પ્રસંગ અંગે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવા પર સ્થાનિક પોલીસ મંજૂરી આપી શકશે. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકોને પરવાનગી આપવામાં આવશે.


આ પણ વાંચો:- તહેવારો અને ઠંડીના કારણે કોરોનાના ગંભીર દર્દીના કેસો વધ્યા, વાયરસની પેટર્ન બદલાયાની આશંકા


કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ શહેરમાં દૂધ વિતરણ સંપૂર્ણ ચાલુ રહેશે. રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી-કેબ સેવાને મંજૂરી પરંતુ ટિકિટ બતાવવાની રહેશે. ATM ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે. સી.એ, એ.એસ.સી, સી.એસ સહિત તમામ પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને આઇકાર્ડ રાખવું ફરજિયાત રહેશે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવર પર મંજૂરી આપવામાં આવી છે.


આ પણ વાંચો:- અમદાવાદ : ત્રણ દરવાજા માર્કેટ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યું


પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે. તેમજ તમામ પ્રકારના માલ સામાનના ટ્રાન્સ્પોટેશન માટે મંજૂરી લેવાની રહેશે. તમામ છૂટછાટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિત પાલન કરવાનું રહેશે. પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, વીજ ઉત્પાદન સહિતની સેવાઓ શરૂ રહેશે. પોલીસ કમિશનર જાહેરનામાં ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube