ઉદય રંજન/અમદાવાદ: શહેર પોલીસે એક નવતર પ્રયોગ આપ્નાવ્યો છે. અમદાવાદીઓના મોબાઈલ મોબાઈલ સુધી પહોંચવા માટે અમદાવાદ શહેર પોલીસે યુટ્યુબ ચૅનલની શરૂવાત કરી છે. આ ચેનલમાં અમદાવાદીઓને સાયબર ક્રાઇમ, ગુનેગારોથી સાવચેત કઈ રીતે રહેવા સહીતની માહિતી વિડિઓ ધ્વરા આપવામાં આવશે.અમદાવાદ શહેર પોલીસએ એક યુટ્યુબ ચેનલની શરૂવાત કરી. જે ચેનલમાં અમદાવાદ શહેર પોલીસ અલગ અલગ વિષય પર વિડીયો બનવી અમદાવાદીઓને સાવચેત રહેવા અને ગુનેગારોથી કઈ રીતે બચી શકાયએ અંગેની માહિતી ટેક્નોલાજીના માધ્યમથી પુરી પાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર


સામાન્ય રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોઈ પ્રસંગ કે તહેવારને લઇને જાહેરનામુ બહાર પડતા હોય છે, પણ બધા જ લોકો સુધીએ સંદેશ ક્યારેક પહોંચતો પણ નથી હોતી ત્યારે ગમ્મત સાથે જ્ઞાન પરીસવારની પદ્ધતિ અમદાવાદ પોલીસે અપનાવી છે. આ યૂટ્યૂબ ચેનલ શરુ કર્યા ને થોડા જ દિવસો થયા છે ત્યારે લોકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો છે જોવું રહ્યું કે સફળતા કેટલી મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube