ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 154મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે 154માં અંગદાનની વાત કરીએ તો કલોલ ના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને 13/05/2024ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Silver Price: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી


સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 15-05-2024 ના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા. અમરતભાઇ ના પરીવારમાં તેમના 90 વર્ષીય વૃદ્ધ મા  તેમજ ચાર ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમરતભાઇના ભાઇઓને  બ્રેઇન ડેડ બાદ  અંગદાન વિશે સમજાવતા બધા ભાઇઓ (પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોક્ભાઇ, મનુભાઇ) એ  સાથે મળી અમરતભાઈનાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું. 


ગુજરાતનાં RTOમાં એજન્ટો બેફામ...5000થી 8000માં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નિકળે છે લાઇસન્સ?


અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈના અંગદાનથી  મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંક ને મળેલા સ્કીન દાન થી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશું.


જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત


સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 154 અંગદાતાઓ થકી કુલ 497 અંગો તેમજ ત્રણ સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 481 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.


ફાઈટર પ્લેન કરતા પણ ઉંચી ઉડાન ભરશે આ ડિફેન્સ સ્ટોક! 1 વર્ષમાં 200% થી વધુ રિટર્ન