અતુલ તિવારી/અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ OPD સેવા બંધ રાખવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષી તેમજ આરોગ્ય વિભાગની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. રેસિડન્ટ ડોકટરોને ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આરોગ્યમંત્રીએ રેસિડેન્ટ ડોકટરોને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યાનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય દ્વારા રેસિડેન્ટ ડોકટરો પર અત્યાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ બાદ કોઈ પગલાં ના લેવાતા 19 દિવસના વિરોધ બાદ આવતીકાલથી OPD સેવા બંધ કરવાનું એલાન કરાયું હતું. વારંવાર જુદી જુદી માગણીઓ નહીં સંતોષાતા રેસિડેન્ટ ડોકટરો દ્વારા માગણીઓ પુરી કરવા હડતાળની જાહેરાત કરાઈ હતી. આ વખતે કરાઈ રહેલી હડતાળ મામલે બળવત કરતા રેસિડેન્ટ ડોકટર રાહુલ ગામેતીએ કહ્યું હતું કે અમે સતત વિરોધ કરી રહ્યા છીએ.  ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. અમે તમામ રેસિડેન્ટ ડોકટરો કાલથી OPD સેવા બંધ કરીશું. ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે બનાવાયેલી બંને તપાસ કમિટી પર અમને વિશ્વાસ નથી. 


23 વર્ષની યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ, યુવતી થઈ ગઈ ગર્ભવતી અને પછી તો..


જો કે રેસિડેન્ટ ડોકટરોએ ડોકટરો કમલેશ ઉપાધ્યાયના વિરોધમાં સિવિલ હોસ્પિટલ દર્દીઓમાં સગાને ડોકટર કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ પત્રિકાઓનું વિતરણ કરીને હોસ્પિટલમાં પત્રિકાઓ લગાવી ન્યાયની માગ કરી હતી, એ સંદર્ભે આ પ્રકારે પત્રિકા વહેંચવા અથવા પત્રિકા લગાવવા અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની પરવાનગી લીધી હતી કે નહીં, જેના જવાબમાં રેસિડેન્ટ ડોકટર રાહુલ ગામેતિ કોઈ જવાબ આપી શક્યા નહીં.  



આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર રાકેશ જોષીએ કહ્યું કે અમારા ધ્યાને છે કે ડોકટર કમલેશ ઉપાધ્યાયના વિરોધના ભાગરૂપે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી, જે ના થવું જોઈએ, અને એના માટે કોઈ પરવાનગી લેવાઈ ન હતી. ડોકટર કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ તપાસ ચાલુ છે એવામાં પત્રિકાઓ વહેંચવા મામલે શુ રેસિડેન્ટ ડોક્ટરોને કારણદર્શક નોટિસ આપશે એવા સવાલના જવાબમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે આ મુદ્દો બંને પક્ષે બેસીને ઉકેલવો જોઈએ અમારો પ્રયાસ રહેશે કે રેસિડેન્ટ ડોકટરોએ કરેલી જાહેરાત મુજબ કાલે તેઓ OPD સેવાથી અળગા નહીં રહે અને તમામ સેવાઓ યથાવત રહેશે.


લાલબત્તી સમાન કિસ્સો, વીડિયો બનાવવાના ચક્કરમાં નવયુવાનને મળ્યું રહસ્યમય મોત


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ ડોકટર કમલેશ ઉપાધ્યાયના વિરોધના ભાગરૂપે ઉત્તરાયણના દિવસે અમને ન્યાય ક્યારે મળશે એવું લખી પતંગ ઉડાવ્યા હતા. સમગ્ર ઘટના મામલે હજુ સુધી બી.જે. મેડિકલ કોલેજ કે પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એકપણ રેસિડેન્ટ ડોકટરોને કારણદર્શક નોટિસ  અપાઈ નથી. સિવિલ હોસ્પિટલમાં ચાલતા રાજકારણને કારણે વારંવાર હડતાળની ચીમકી અને સિવિલ હોસ્પિટલની બદનામી થઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube