અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી! 1.28 કરોડના દાનથી હવે વિકસાવશે આ સુવિધા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધનો વસાવવામાં આવ્યા છે. રૂપિયા 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન મળી રહેતા બાળકોને વીડિયો ગેસ્ટ્રોસ્કોપની સુવિધા સિવિલમાં મળતી થશે
અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલને 1.28 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જી હાં...CSR હેઠળ જે.એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં દાન આવ્યું છે. ખાનગી કંપની દ્વારા આપવામાં આવેલા 1.28 કરોડ રૂપિયા અત્યાર સુધીનું સૌથી મોટું દાન આવ્યું છે.
પાવાગઢમાં ઘુમ્મટ કેમ પત્તાની માફક તૂટી પડ્યો? સામે આવ્યું કારણ, કૃદરતનો પ્રકોપ કે...
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધનો વસાવવામાં આવ્યા છે. રૂપિયા 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન મળી રહેતા બાળકોને વીડિયો ગેસ્ટ્રોસ્કોપની સુવિધા સિવિલમાં મળતી થશે, જેના માટે અત્યાર સુધી બાળકોને બહાર મોકલવા પડતા હતા. રૂપિયા 23 લાખની કિંમતના હાઈ ફ્રિકવન્સી સી.આર્મ મશીન વિથ ડી.એસ.એ. મશીન મળતા સચોટ નિદાન અને સારવાર મળી રહેશે. 6 લાખ રૂપિયાના બે મેડિકલ ગ્રેડ મોનીટર મળતા તેને ઓપરેટિવ કેમેરા સાથે કનેક્ટ કરાશે, પરિણામે દરેક સર્જરીનું રેકોર્ડ થઈ શકશે, જે અભ્યાસ માટે ઉપયોગી બનશે.
લોહીમાં લથપથ લોકોની ચિચિયારીઓથી પાવાગઢ ગૂંજ્યો! એક મહિલાનું મોત, 10 ઈજાગ્રસ્ત
આ સિવાય 5 લાખના બે ઓપરેશન ટેબલ અને 32 લાખના બે એનેસ્થેસિયા વર્કસ્ટેશન ઉપલબ્ધ થતા નાના બાળકોને સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપી શકાશે, તેમજ બાળરોગ સર્જરી વિભાગમાં 500 ગ્રામથી લઈ 50 કિલોના વજન સુધીના દર્દીના ઓપરેશનમાં સરળતા થશે.
BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત બાળકથી લઈ 12 વર્ષ સુધીના પ્રતિવર્ષ અંદાજે 2300 બાળકોની સર્જરી થાય છે. તેમજ 1 હજાર જેટલી રેડીયોલોજીકલ પ્રોસીઝર કરવામાં આવે છે. જે.એમ ફાઇનાન્સિયલ ફાઉન્ડેશનના ચેરમેન નિમેષ કંપાણીએ જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલે જે સાધનો વસાવ્યા તેની ખુશી છે.
યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, 10 ઘાયલ, એકનું મોત
દેશની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ છે અને સરકારી હોસ્પિટલમાં સાધનો મેળવવાની પ્રક્રિયા લાંબી હોય છે, કેટલીકવાર મહિનાઓ નીકળી જતા હોય છે. CSRના માધ્યમથી અમે જે મદદ કરી છે, એમાં માત્ર બે મહિનામાં તમામ સાધનોની ખરીદી પૂર્ણ થઈ છે. ભવિષ્યમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકો આ સાધનોની મદદથી સારવાર લે તેવી આશા છે.