અમદાવાદ : શહેરમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વણસી ચુકી છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ મેળવવા માટે નેવાના પાણીમોઢે ચડાવવા પડે છે. શહેરમાં ક્યાંક એમ્બ્યુલન્સ માટે વેઇટિંગ ક્યાંક સારવાર માટે વેઇટિંગ છે. કોરોના થાય તો ટેસ્ટથી માંડીને મોત થાય તો સ્મશાનમાં પણ લાઇનો છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે આદેશ કર્યો કે, કોવિડ 19ની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં કોર્પોરેશન ક્વોટાના  20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે કોરોનાની ખેર નથી, INDIAN ARMY સાથે મળીને સરકાર લેવા જઈ રહી છે મોટું પગલું


અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારના આદેશ અનુસાર અમદાવાદમાં કોવિ 19 સારવાર કરતી તમામ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 20 ટકા રિઝર્વ રાખવા પડશે. 20 ટકા બેડ ખાનગીહોસ્પિટલોએ કોર્પોરેશન દ્વારા રીફર કરવામાં આવતા દર્દીઓ માટે રિઝ્વ રાખવી પડશે. 108 દ્વારા જ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રિઝર્વ ક્વોટામાં આ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. અમદાવાદમાં સમયાંતરે પરિસ્થિતી વિપરિત થઇ રહી છે તેવામાં હવે કોરોના કાબુ કરવો સરકારનાં વશમાં ન હોય તેવું લાગી રહ્યું છે. 


GUJARAT CORONA UPDATE: શહેરોને ટક્કર આપવા માટે ગામડાઓ તૈયાર? ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટ


શહેરની 146 ખાગની હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરમાં 13 એપ્રીલને મંગળવાર સવાર સુધીમાં 1150 જેટલા જ બેડ ખાલી છે. જેમાં ICU ની સુવિધા માટે 35 નવા વેન્ટિલેટર સાથે આઇસીયુની સુવિધા હોય તેવા માત્ર 15 જ બેડ ખાલી હોય છે. જ્યારે એચડીયુંના 293 અને આઇસોલેશન માટેનાં 826 બેડ જ ખાલી હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube