અમદાવાદઃ ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ હાલ વિશ્વબરમાં ફેલાઇ ગયો છે. ભારતમાં પણ તેના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 150ને પાર પહોંચી ગઈ છે. સદભાગ્યે ગુજરાતમાં અત્યાર સુધી એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. પરંતુ અમદાવાદ કોર્પોરેશન કોઈપણ પ્રકારની કમી રાખવા માગતું નથી. આ કોરોના વાયરસની સામે લડવા માટે મનપાનું તંત્ર સજ્જ છે. કોરોના વાયરસ અંગે મનપાના કમિશનર વિજય નહેરા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વિદેશથી જે લોકો આવશે તેણે 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે જો તે ઘરમાં નહીં રહે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, કોરોનાને લઈ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, હજુ 15 દિવસ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. 150થી વધુ ઘરોમાં ફ્યુમિગેશન કરવામાં આવ્યું છે અને ડોક્ટરો માટે પણ જરૂરી સાધનો છે.


કોરોનાનો ભય : અમદાવાદ સાયબર ક્રાઈમમાં માસ્ક પહેરીને જ બધુ કામ થશે


કોરોના વાયરસ પર વાત કરતા કમિશનરે કહ્યું કે, વિદેશથી આવેલા લોકો પોતાના ઘરમાં રહે તે જરૂરી છે. જે વ્યક્તિ 14 દિવસ પહેલા ઘરની બહાર નિકળશે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. આપણે હાલ  સ્ટેજમાં 0માં છીએ અને એકપણ કેસ નોંધાયો નથી. જે લોકો બહારથી આવે તેને 14 દિવસ સુધી હોમ કોરનટાઇન કરવામાં આવી રહ્યાં છે. પાંચ લોકોએ બહાર નિકળવાનો પ્રયાસ કર્યો તો તેને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...